મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બાઈકમાં થયેલ નુકશાનીના ૫૦૦ રૂપિયા ન આપતા આધેડની હત્યા


SHARE







મોરબી જીલ્લામાં બાઈકમાં થયેલ નુકશાનીના ૫૦૦ રૂપિયા ન આપતા આધેડની હત્યા

હળવદના મેરૂપર ગામે સાળાને પથ્થરના ઘા ઝીકીને બનેવી અને તેના બે મિત્રોએ હત્યા કરી નાખી હોવાની સામે આવ્યું હતું જેથી કરીને સ્થાનિક પીઆઇ સહિતના પોલીસ જવાનો સ્થળ ઉપર પહોચ્યા હતા અને અને પ્રાથમિક તપાસમાં બાઈકમાં થયેલ નુકશાનીના પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી થયેલ હોવાનુ સામે આવ્યું છે અને હાલમાં ત્રણ શખ્સો પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદના મેરૂપર ગામે યોગેશભાઈ હરજીવનભાઈ પટેલની વાડીએ રહીને મજુરી કરતા મૂળ એમપીના રહેવાસી દેવલાભાઈ નુરાભાઈ ચૌહાણની પથ્થરના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે અને તેની હત્યા તેના જ બનેવી અને તેના મિત્રોએ કરી હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે હાલમાં મૃતકના દીકરા નાનકાભાઈ દેવલાભાઈ ચૌહાણએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભીખલીયાભાઈ લગસિંહ કાંકરિયા, ચંદુભાઈ જુબાટીયાભાઈ, છીતુંભાઈ જુબાટીયાભાઈ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેના પિતા દેવલાભાઈ ચૌહાણ અને તેના મામા વચ્ચે બાઇક અથડાવવા મુદ્દે માથાકૂટ થઈ હતી. અને વધુમાં જણાવ્યુ છે કે, ફરિયાદીનું બાઇક આરોપી છીતુંભાઈ સાથે ભટકાયુ હતું. જેથી કરીને છીતુંભાઈએ બાઇકની નુક્શાનીના ૫૦૦ રૂપિયા ફરિયાદી પાસે માંગતા હતા અને ફરિયાદીએ પૈસા નહિ આપતા ફરિયાદીની ગેરહાજરીમાં આરોપીઓએ ઝઘડો કરીને ફરિયાદીના પિતાની હત્યા કરેલ છે આમ બનેવી અને તેના બે મિત્રો દ્વારા સાળાની હત્યા કરવામાં આવી છે ત્યારે આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું સામે આવ્યું છે 






Latest News