મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર જનતામાં ટ્રેનના એસી કોચમાં એસી બંધ હોય વાંકાનેર રેલ્વે સ્ટેશને મુસાફરોએ દોઢ કલાક ટ્રેન રોકી


SHARE







સૌરાષ્ટ્ર જનતામાં ટ્રેનના એસી કોચમાં એસી બંધ હોય વાંકાનેર રેલ્વે સ્ટેશને મુસાફરોએ દોઢ કલાક ટ્રેન રોકી

વેરાવળથી બાંદ્રા જતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં એસી કોચના એસી ચાલુ ન હતા જેથી કરીને મુસાફરો દ્વારા રેલવે વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી જો કે આ ટ્રેન વાંકાનેર સુધી આવી ગઈ ત્યાં સુધી તેના એસી કોચના એસી ચાલુ કરવામાં આવ્યા ન હતા જેથી કરીને માત્ર બે મિનિટનો વાંકાનેર સ્ટેશને આ ટ્રેનનો સ્ટોપ હતો ત્યાં મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતારી ગયા હતા અને દોઢ કલાક સુધી ધમાલ કરી ત્યારે ટ્રેનમાં એસી ચાલુ કરીને વાંકાનેરથી મુસાફરોને ટ્રેનમાં બેસાડીને ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી

દરરોજ વેરાવળથી બાંદ્રા તરફ જવા માટે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં ટ્રેન બપોરે વેરાવળથી ઉપડે છે તેવી જ રીતે ગૂરૂવારે પણ ઉપાડી હતી જો કે, આ ટ્રેનના એસી કોચના એસી ચાલુ ન હોવાથી મુસાફરો દ્વારા રેલ્વે વિભાગમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી તો પણ એસી ચાલુ કરવામાં ન આવતા વાંકાનેર રેલવે સ્ટેશને ટ્રેન પહોચી અને ત્યાં માત્ર બે જ મિનિટનો ટ્રેનનો સ્ટોપ હતો જો કે, મુસાફરોએ એસી મુદે હંગામો કરતાં રેલવેના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી અત્રે ઉલેખનીય છે કે, જે સ્ટેશને માત્ર બે જ મિનિટનો સ્ટોપ હતો ત્યાં મુસાફરોએ એસી કોચમાં એસી બંધ હતા તે મુદાને લઈને દોઢ કલાક સુધી ટ્રેનને રોકી રાખી હતી અને જેથી કરીને વેરાવળ બાંદ્રા સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં તાત્કાલિક એસી ચાલુ કરાવીને સાંજે 5:34 કલાકે આ ટ્રેનને બાંદ્રા તરફ રવાના કરવામાં આવી હતી






Latest News