મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાંથી સગીરાનુ અપહરણ કરનારા આરોપીની કરાઇ ધરપકડ


SHARE







હળવદ તાલુકામાંથી સગીરાનુ અપહરણ કરનારા આરોપીની કરાઇ ધરપકડ

હળવદ તાલુકમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ પણ નોંધાઈ હતી તેના આધારે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં આરોપીની હળવદ પોલીસે ગોધરા નજીકથી ધરપકડ કરેલ છે અને સગીરાને કબજામાં લઈને તેના પિતાને હવાલે કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકામાંથી સગીરાનું આરોપી રાજુભાઈ ઉકારભાઈ  રહે. ગરબડી તાલુકો ધાનપુર વાળાએ અપહરણ કર્યું હતું જેની ફરિયાદ પણ નોંધી હતી જેના આધારે હળવદ પોલીસે ટેકનિકલ સોર્સ મારફતે ઝીણવટ પુર્વક તપાસ કરતા આરોપી ગોધરા બસ સ્ટેન્ડની આજુબાજુમાં હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસે તાત્કાલીક એક ટીમને ગોધરા મોકલી હતી અને ત્યાંથી આરોપી અને ભોગ બનનાર સગીરા મળી આવ્યા હતા જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને સગીરાને કબજામાં લઈને તેના માતપિતાને હવાલે કરેલ છે અને આરોપી રાજુભાઈ ઉકારભાઈ સંગોડની સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આરોપીને મોરબીની સ્પેશીયલ પોક્સો કોર્ટમાં રીમાન્ડની માંગણી સાથે રજૂ કરતાં આરોપીના કોર્ટે રીમાન્ડ મંજુર કર્યા છે આ કામગીરી પીઆઇ કે.એમ. છાસીયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી 






Latest News