મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

ઉધારમાં માલ આપતા વેપારીઓ સાવધાન : મોરબીના અનેક કારખાનેદારોને વેપારીએ માર્યુ લાખો રૂપિયાનું બુચ


SHARE







ઉધારમાં માલ આપતા વેપારીઓ સાવધાન : મોરબીના અનેક કારખાનેદારોને વેપારીએ માર્યુ લાખો રૂપિયાનું બુચ

મોરબી પંથકમાં ૧૦૦૦ થી વધુ નાના-મોટા સીરામીકના એકમો આવેલા છે અને એકમેકની ગળાકાપ આંતરિક હરિફાઈમાં ઘણીવાર સીરામીક કારખાનેદારો દ્વારા માલ ઉધારમાં આપવામાં આવતો હોય છે અને દેશની અંદર તથા દેશની બહાર ઉધારમાં આપવામાં આવતા માલમાં અનેક વખત કારખાનેદારોએ છેતરાવાનો વારો આવે છે.તેઓ જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મોરબીના નવ જેટલા કારખાનેદારોએ ચૈન્નઇના જે વેપારીને ઉધાર માલ આપ્યો હતો.તે વેપારીએ હાથ ઊંચા કરીને નાદારી નોંધાવતા હાલ કારખાનેદારોએ તેની સામે પૈસા વસૂલવા માટે કોર્ટ રાહે કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.તેમજ ચેન્નાઈના વેપારીએ ચેન્નાઈ કોર્ટમાં નાદારી માટે અરજી કરેલ તે વેપારી નાદાર થવા માટે યોગ્ય પુરાવાઓ રજુ ન કરી શકતા નામદાર કોર્ટે તે વેપારીની નાદરી માટેની અરજી રીજેક્ટ કરી હોવાનું જાણવા મળેલ છે.


આ અંગે વધુમાં મળતી માહીતી મુજબ મોરબી સિરામિક ટાઈલ્સની નવ જેટલી ફેક્ટરી પાસેથી લાખોનો માલ ઉધાર લઈને ચેન્નાઈના રોયલ એન્ટરપ્રાઈઝ નામના વેપારી જાવેદ અહેમદ દ્વારા ચેન્નાઈ સીટી સિવિલ કોર્ટમાં નાદાર થવા અરજી કરતા જેમાં નાદાર થવા માટેના વેપારીએ કોર્ટમાં મુખ્ય કારણો દર્શાવ્યા હતા જેવા કે વેપારીએ ખરાબ ગુણવત્તાવાળી ટાઈલ્સનું વેચાણ કરવામાં આવેલ હોવાથી, વર્ષ ૨૦૧૫ માં ચેન્નાઈમાં પુર પ્રકોપ, હોનારત આવેલ હોવાથી ટાઈલ્સનો જથ્થો ખરાબ થઇ ગયો હોવાથી, ટાઈલ્સના ધંધામાં આર્થિક મંદી આવેલ હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી કરવામાં આવેલ હોવાથી ધંધામાં નુકશાન થયું છે અને શાહુકારો પાસેથી ૧૫ ટકા વ્યાજે રૂપિયા લઈને ધંધો કરવાની ફરજ પડી છે અને મોરબીના ટાઈલ્સના વેપારીઓ ફોન કોલ દ્વારા, પત્ની અને સ્કૂલે જતા બાળકો તેમજ વેપારીઓ દ્વારા ગુંડાઓ મોકલતા હોવાને કારણે વારંવાર ધમકીઓ આપતા હોવાથી નાદારી અરજી કરવાની ફરજ પડી છે.

જે કેસમાં મોરબી સિરામિક એસોના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાની સેગમ ટાઈલ્સ પ્રા.લી. ના એડવોકેટ રમેશ બી.દાવડા દ્વારા ચેન્નાઈ સીટી સિવિલ કોર્ટમાં લેખિતમાં રજૂઆત કરી નામદાર કોર્ટને જણાવ્યું હતું કે કંપની પાસેથી હાલના અરજદાર વર્ષ ૨૦૧૯ માં ઉધાર માલ ખરીદ કરેલ જેમાંથી ૫૦ ટકા રકમ જેવું પેમેન્ટ આપી બાકીની રકમ ચેક દ્વારા પૂરી કરીશું જે ચેક બેંકમાં વસુલવા માટે નાખેલ જે રીટર્ન થતા વેપારીને નોટીસ આપી હતી.જે નોટીસના જવાબમાં તેના વકીલ જી.દયાશંકર મારફત જવાબ મોકલવામાં આવ્યો હતો અને છ મહિનામાં ચેક મુજબની રકમ પૂરી કરી આપીશું તેવું નોટીસમાં જણાવ્યું હતું.

સમય થતા રોયલ એન્ટરપ્રાઈઝ સામે મોરબી કોર્ટમાં ૧૩૮ મુજબનો કેસ દાખલ કરેલ હોય જે મેટર આરોપીના વોરંટ પર હોય જેથી હાલના સ્ટેજે અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજી ચાલવાપાત્ર કે ટકવાપાત્ર ના હોય જેથી રજૂઆત સાંભળી ચેન્નાઈ સીટી સિવિલ કોર્ટના જજ સચ્ચીદાનંદ સાહેબ દ્વારા અરજદાર દ્વારા નાદાર થવા અંગેના કોઈ લેખિત પુરાવા રજુ ન કરી સકતા કોર્ટે નાદારી અરજી રીજેક્ટ કરી છે.જે કેસમાં સેગમ ટાઈલ્સ મોરબી વત એડવોકેટ રમેશ બી.દાવડા, ડી.કે.શેઠ અને પુનમબેન ગોસ્વામી રોકાયેલ હતા.






Latest News