મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદ નજીક હિટ એન્ડ રન: ટ્રક ટ્રેલરના ચાલક કચડી નાખતા બે સગીરાના મોત, એક વ્યક્તિને ઇજા


SHARE







હળવદ નજીક હિટ એન્ડ રન: ટ્રક ટ્રેલરના ચાલક કચડી નાખતા બે સગીરાના મોત, એક વ્યક્તિને ઇજા

હળવદ તાલુકાના રણજીતગઢ ગામના પાટીયા પાસે ઉભેલ બે સગીરા સહિત કુલ ત્રણ વ્યક્તિઓને ટ્રક ટ્રેલરના ચાલક હડફેટે લેતા બે સગીરાને ગંભીર ઇજા થઈ હોવાથી તે બંનેના મોત નીપજયાં હતા અને તેની સાથે ઊભેલ એક વ્યક્તિને ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા આ બનાવ બાદ વાહન ચાલક ત્યાંથી પોતાનું વાહન છોડીને નાસી ગયો છે જેથી કરીને હાલમાં મૃતક સગીરાના પિતા દ્વારા ટ્રક ટ્રેલરના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ સાબરકાંઠા જિલ્લાના નવાબગા ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રણજીતગઢ ગામે હીરાભાઈ વેલજીભાઈ સતવારાની વાડીએ રહીને મજૂરી કામ કરતા કાળુભાઈ નાથાભાઈ સાગીયા જાતે ગરાસીયા રાજપુત (૫૦)એ ટ્રક ટ્રેલર નંબર જીજે ૧૪ ઝેડ ૬૪૦૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, રણજીતગઢ ગામના પાટીયા પાસે બ્રાહ્મણી નદીની કેનાલ નજીક તેઓની દીકરી શર્મિલાબેન (૧૫) તથા તેના ભાઈની દીકરી બીજુબેન (૮) અને હીરાભાઈ વિરજીભાઈ પરમાર ઉભા હતા દરમિયાન ટ્રક ટ્રેલરના ચાલકે તેઓને હડફેટે લીધા હતા અને આશરે ૩૦૦થી ૪૦૦ મીટર સુધી તેને ઢસડી ગયા બાદ બ્રાહ્મણી નદીની કેનાલ ઉપર આવેલ પુલ સાથે વાહન અથડાતા ટ્રેલર ઊંધું પડી ગયું હતું અને હીરાભાઈ પરમારને માથાના ભાગે ઇજા થઈ હતી જોકે ફરિયાદીની દીકરી તથા તેની ભત્રીજીને માથામાં અને શરીરને ગંભીર ઇજા થયેલ હતી જેથી ટેન બંને સગીરાના મોત નીપજ્યા હતા અને અકસ્માત સર્જીને વાહન ચાલક સ્થળ ઉપરથી નાસી ગયો હોય હાલમાં મૃતક સગીરાના પિતા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તેને તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ભડીયાદ ગામ પાસે આવેલ કોમ્યુનિટી હોલ તથા પંચાયત ઓફિસની સામેથી ડબલ સવારી બાઈક નંબર જીજે ૩૬ કયું ૮૧૮૮ પસાર થઈ રહ્યું હતું ત્યારે ટેમ્પો નંબર જીજે ૩૬ ટી ૩૦૬૩ ના ચાલકે તે બાઈકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના ભડીયાદ રોડ ઉપર નજરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ ગાંધી સોસાયટી ખાતે રહેતા જયેશભાઈ કાનજીભાઈ ટુંડિયા જાતે અનુ. જાતી (૨૬) તથા અનિલભાઈ ખેંગારભાઈ વાઘેલા બંનેને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ જયેશભાઈ ટુંડિયા દ્વારા હાલમાં ટેમ્પોના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડિયા ચલાવી રહ્યા છે






Latest News