મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા ત્રણ પકડાયા


SHARE







મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા ત્રણ પકડાયા

મોરબીના શનાળા રોડ ઉપર માર્કેટયાર્ડમાં સી લાઇનની છત ઉપર જુગાર રમતા હોવાની હકીકત પોલીસને મળી હતી.જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી.ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા મનસુખભાઈ ત્રિભોવનભાઈ સવસાણી (ઉમર ૫૧) રહે.અવની ચોકડી ગુરુકૃપા એપાર્ટમેન્ટ બ્લોક નં-૪ મોરબી, કલ્પેશભાઈ ગણેશભાઈ મારવાણીયા (ઉમર ૩૮) રહે.કામધેનું પાર્ટી પ્લોટ સામે શ્રીજી ટાવર બ્લોક નં- ૧૦૩ મોરબી અને કિશોરભાઈ પ્રભુભાઈ સવસાણી (ઉમર ૩૩) રહે.રવાપર ઘુનડા રોડ ઉમિયાનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રૂા.૨૫,૩૫૦ ની રોકડ કબ્જે કરીને જુગાર અંગેનો ગુનો દાખલ કરેલ છે.

વરલી જુગાર

માળીયા મીયાણામાં વાગડિયા ઝાપાથી આગળના ભાગમાં અખાડા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા આદમભાઈ અલ્યાસભાઈ ભટ્ટી જાતે મીંયાણા (ઉમર ૩૨) રહે.જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તાર માળીયા મીયાણા વાળો જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી ૫૧૦ ની રોકડ કબ્જે કરી માળિયા પોલીસ સ્ટેશન ખાતે જુગાર અંગેનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

હળવદના મયુરનગર વિસ્તારમાં રહેતા લીલાબેન ભીમસિંહભાઈ ધાનક નામની ૨૮ વર્ષીય મહિલાને સાપ કરડી જતા સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાટર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતા જીતેશભાઈ નીતિનભાઈ દેવીપુજક નામના ૧૪ વર્ષના સગીરને ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયો હતો.

અટકાયત

મોરબીના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા પશુ અતિક્રમણના ગુનામાં તપાસ અધિકારી અશ્વિનભાઈ ઝાપડિયા દ્વારા જેઠાભાઈ નામોરીભાઈ મહેશ્વરી (ઉંમર ૫૩) રહે.નારાયણ સરોવર લખપત કચ્છ (ભુજ) વાળાની ધરપકડ કરવામાં આવી હતી






Latest News