મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, દંડ સહિત બમણી રકમ ચૂકવવા કોર્ટનો આદેશ


SHARE







મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, દંડ સહિત બમણી રકમ ચૂકવવા કોર્ટનો આદેશ

મોરબીમાં મિત્રને આપેલા સાત લાખની સામે મિત્રે આપેલ ચેકને બેંકમાં જમા કરાવતા ચેક રીર્ટન થયો હતો જેથી કરીને કોર્ટે ફરિયાદીના વકીલની દલીલને ધ્યાને રાખીને આરોપીને બમણી રકમ એટ્લે કે દંડ સહીત ૧૪ લાખ અને એક વર્ષની કેદની સજા ફટકારી છે

આ કેસની વિગત એવી છે કે, ફરીયાદી અને આરોપી મીત્ર હતા અને સામાજીક સંબંધો હોવાથી આરોપીને નાણાંકીય જરૂરીયાત ઉભી થતા ફરીયાદી પાસેથી ૭,૦૦,૦૦૦ રૂપિયા લીધા હતા અને આરોપીએ સાત લાખનો આઇડીબીઆઇ બેંક મોરબીનો ચેક નં. ૪૧૯૦૨૪ વાળો આપેલ હતો અને એકાઉન્ટ પે નો ચેક હતો જેથી કરીને ફરીયાદીએ આરોપીની વાત ઉપર વિશ્વાસ રાખીને તેને સંબંધના હિસાબે વગર વ્યાજે હાથ ઉછીની રૂપિયા આપેલ હતા જો કે, ફરીયાદીએ ચેકને બેંકમા વટાવા જમા કરાવતા ચેક રીર્ટન થયેલ હતો જેથી ફરીયાદી શીવરાજસિંહ જાડેજાએ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ અન્વયે મોરબીની કોર્ટમાં વકીલ જે.બી.પાંચોટીયા મારફત કેશ કર્યો હતો અને તે કેસ ચાલી જતાં મોરબીના મહે. બીજા એડી.ચીફ જયુડીશીયલ મેજી. ડી.કે.ચંદાણી સાહેબે આરોપી આદિત્ય દિનેશભાઈ ઠોરીયાને દંડ સહીત ૧૪,૦૦,૦૦૦ અને એક વર્ષની કેદની સજા અને રકમ ચુકવવામા કસુરવાર કરીયેથી વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે આ કેસમાં ફરીયાદી તરફે વકીલ જે.બી.પાંચોટીયા અને ગીરીશ અંબાણી રોકાયેલ હતા.






Latest News