ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના પીપળી-નવાગામમાં જુગારની બે રેડ: ૧૫ જુગારી પકડાયા


SHARE







મોરબીના પીપળી-નવાગામમાં જુગારની બે રેડ: ૧૫ જુગારી પકડાયા

મોરબી તાલુકાના પીપળી ગામે આવેલ શાંતિનગર સોસાયટીમાં અને નવાગામ (લખધીરનગર)માં મંદિર પાસે જમા જુગારની જુદીજુદી બે  રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને ૧૫ જુગારી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી કુલ મળીને ૫૫,૩૫૦ ની રોકડ કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી કરી છે

મોરબી તાલુકાના પીપળી ગામે આવેલ શાંતિનગર સોસાયટીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની હકીકત તાલુકા પોલીસના મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા આઠ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૨૪,૩૦૦ ની રોકડ કબજે કરી હતી અને જે શખ્સોને જુગાર રમતા પકડવામાં આવ્યા છે તેમાં લાલજીભાઈ નરોતમભાઈ સોનાગ્રા (૨૮) રહે. વિદ્યુતનગર મોરબી, પ્રદીપભાઈ અમૃતભાઈ મોરી (૨૩) રહે. પીપળી, દેવાંગભાઈ જગદીશભાઈ લાંઘણોજા (૨૭) રહે. નવલખી રોડ જલારામ પાર્ક મોરબી, હિંમતભાઈ લાલજીભાઈ સોલંકી (૨૩) રહે. રણછોડનગર મોરબી, સંજયભાઈ પ્રેમજીભાઈ ટાંક (૩૫) રહે. શાંતિનગર પીપળી, ભરતભાઈ ઝવેરભાઈ મોરી (૨૮) રહે. શાંતિનગર પીપળી, ઉમેશભાઈ ભરતભાઈ પરમાર (૨૬) રહે. મહેન્દ્રનગર અને ધવલકુમાર રમેશભાઈ જાકાસણીયા (૨૮) રહે. મહેન્દ્રનગર વાળાનો સમાવેશ થાય છે આ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

આવી જ રીતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા જુગારની બીજી રેડ મોરબી તાલુકાના નવાગામ (લખધીરનગર) નજીક સિંધોઈ માતાજીના મંદિર પાસે જાહેરમાં કરવામાં આવી હતી ત્યારે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા જેમાં છગનભાઈ જીવાભાઇ દેત્રોજા (૬૦), વલ્લભભાઈ હિરજીભાઈ દેત્રોજા (૫૮), અનુલાલ ગાંડુલાલ અઘારા (૬૩), મનુભાઈ નરભેરામભાઇ દારોદરા (૫૨), મનસુખભાઈ નરબેરામભાઈ દારોદરા (૩૯), પ્રવીણભાઈ નાથાભાઈ ઝિંઝવાડીયા (૪૨) અને હેમુભાઈ મોહનભાઈ અઘારા (૫૦) રહે. બધા નવાગામ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૩૧,૦૫૦ રૂપિયાની રોકડ કબજે કરી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News