મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મારી માટી, મારો દેશ અભિયાન અંતર્ગત દેશ ભક્તિના રંગે રંગાયું મોરબી


SHARE











મારી માટી, મારો દેશ અભિયાન અંતર્ગત દેશ ભક્તિના રંગે રંગાયું મોરબી

દેશના વીરોને વંદન કરી માતૃભુમિ પ્રત્યેનું ઋણ અર્પણ કરવાના ઉદ્દેશ સાથે સમગ્ર રાષ્ટ્રમાં મારી માટી, મારો દેશકાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશ જ્યારે રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાઈ રહ્યો છે. ત્યારે સ્વાધિનતાના પાયોનિયર પૈકિના એક એવા મહર્ષિ દયાનંદ સરસ્વતિ તેમજ ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મભુમી એવો મોરબી જિલ્લો કેમ બાકાત રહે? મોરબી જિલ્લામાં પણ મારી માટી મારો દેશકાર્યક્રમની ભવ્ય ઉજવણ્રી કરવામાં આવી છે અને આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લો વિવિધ કાર્યક્રમો થકી દેશ ભક્તિના રંગે રંગાઈ રહ્યો છે.


મોરબી જિલ્લાના તમામ નાગરીકોમાં મારી માટી, મારો દેશઅભિયાનનો અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે. સાથો સાથ જિલ્લાના તમામ નાગરીકો અભિયાનમાં હર્ષભેર જોડાઈને વિવિધ કાર્યક્રમના સહભાગી બની રહ્યા છે. મારી માટી, મારો દેશઅભિયાન હેઠળ જિલ્લામાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરાવામાં આવ્યું છે, જેના ભાગરૂપે મોરબી જિલ્લાની ૩૬૨ ગ્રામ પંચાયત, ૫ તાલુકા તથા ૪ પાલિકા કક્ષાના વિવિધ કાર્યક્રમો યોજાયા છે. આ કાર્યક્રમો અંતર્ગત વીરોના બલિદાનને યાદ કરાવતા ૩૭૧ શિલાફલકમનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો મોરબી જિલ્લામાં પોતાના દેશના વીરો અને માટી પ્રત્યેનું માન અને લાગણી દર્શાવી માટી તેમજ શિલાફલકમ સાથે ૩૦૭૭૨ નાગરિકો દ્વારા સેલ્ફી અપલોડ કરવામાં આવી છે. ઉપરાંત ૪૩૮૯૪ નાગરિકો દ્વારા પંચપ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવી છે.

આ મહાઅભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં કુલ ૩૮૫ અમૃત વાટીકાનું નિર્માણ કરી કુલ ૨૬૯૩૭ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ સાથે એવા વીરો કે જેમણે આઝાદી માટે પોતાના પ્રાણ હસતા મુખે અર્પણ કર્યા તેમજ આઝાદી બાદ પણ ભારતમાતની રક્ષા કરવા માટે કટીબધ્ધ એવા આર્મી, એરફોર્સ, પોલીસ, સુરક્ષાદળ વગેરેના શહીદ કે રિટાયર્ડ એવા કુલ ૨૧૬ વીરોના સન્માન સમારોહ કાર્યક્રમ સાથે મોરબીના ખુણે ખુણે યોજાયેલ તિરંગા રેલી તથા રાષ્ટ્રગાનમાં ૪૩૮૯૪ નાગરિકોએ જોડાઈને માટીને નમન, વીરોને વંદનકર્યા હતા






Latest News