મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદના પંચાસરી વાડી વિસ્તાર મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની નિમણુંક કરાશે


SHARE







હળવદના પંચાસરી વાડી વિસ્તાર મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની નિમણુંક કરાશે

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના પંચાસરી વાડી વિસ્તાર મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક તરીકે ફરજ બજાવવા ઈચ્છતા ઉમેદવારોએ અરજી ફોર્મ રૂ. ૫(પાંચ)ની ફી ચુકવી તારીખ ૨૫ ઓગસ્ટ સુધીમાં રૂબરૂ કચેરીના કામકાજના સમયે ભરવાનું રહેશે.  

સંચાલક તરીકે મહિલા તથા અનુભવી ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે ઉપરાંત પુરૂષ પણ  અરજી કરી શકશે. ઉમેદવારની ઉંમર ૨૦ થી ઓછી અને મહતમ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ, તેમજ ઉમેદવાર એસ.એસ.સી પાસ હોવા જોઇએ. જો આ કેંદ્રના વિસ્તારમાં એસ. એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે. સંચાલક માટે  માત્ર સ્થાનિક ઉમેદવાર જ ઉમેદવારી કરી શકશે. જ્યારે પંચાયતમાં ચૂંટાયેલા હોદો ધરાવતા હોય કે રાજય સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થા હેઠળ નોકરી કરતા હોય અથવા માનદ્ વેતન મેળવતા હોય કે સસ્તા અનાજની દુકાન ધારણ કરતા હોય તેવી વ્યકિત, અનાજ દળવાની ઘંટી ચલાવતી વ્યકિત, હોમગાર્ડ ગૃહ રક્ષણદળના સભ્ય, અગાઉ સરકારી સેવામાંથી નિવૃત થયેલ કે બરતરફ થયેલ વ્યકિત, રાજય સરકાર કે કેન્દ્ર સરકારમાં તેમજ રાજય સરકાર કે કેન્દ્ર સરકારના તાબાના જાહેર સાહસ હેઠળ કે પંચાયત હેઠળ કે આંગણવાડીની નોકરી કરતા કર્મચારી અગર તો કર્મચારીઓના પતિ, પત્ની પુત્ર/પુત્રી કે જે આશ્રિત હોય તે, શાકભાજી મરી મસાલા કે જલાઉ લાકડાનો વેપાર કરતા હોય તે વ્યકિતએ તેમજ કોઈ પણ જગ્યાએ માનદ વેતન મેળવતી વ્યક્તિ, વકીલાતનો વ્યવસાય કરતી વ્યક્તિ  અરજી કરી શકશે નહી. અને અરજી ફોર્મ સાથે સ્કુલ લીવીંગ સર્ટી, માર્કશીટ, રહેણાંકનો પુરાવો, અનુભવનું પ્રમાણપત્ર તથા અન્ય માન્ય સર્ટી પ્રમાણિત નકલો જોડવાની રહેશે અને કોઈ ઉમેદવારને લેખીતમાં ઈન્ટરવ્યુ કોલ મળ્યો હોય તેવા તમામ ઉમેદવાર જણાવેલ તારીખે અને સમયે ઈન્ટરવ્યુમાં સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. અને હળવદ મામલતદાર કચેરીએથી નિયત નમુનાનું ફોર્મ મેળવી ભરેલ અરજી ફોર્મ તા.૨૫/૦૮/૨૦૨૩ સુધીમાં મોકલી આપવાનું રહેશે.






Latest News