મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં ટીવી ચાલુ રાખીને રસોઈ બનાવતા ભાઈને ભાઈએ માર માર્યો


SHARE







મોરબીમાં ઘરમાં ટીવી ચાલુ રાખીને રસોઈ બનાવતા ભાઈને ભાઈએ માર માર્યો

મોરબીના વજેપર વિસ્તારમાં ઘરમાં ટીવી ચાલુ રાખીને રસોઈ બનાવતા ભાઈને તેના જ ભાઈએ ધોકા વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર લીધા બાદ ઇજાગ્રસ્ત ભાઈએ તેના જ ભાઈની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબીના વજેપર શેરી નં-૧૫ ઉપર રહેતા કરસનભાઈ ભીમજીભાઇ કંઝારીયા જાતે સતવારા (૫૨)એ હાલમાં તેના ભાઈ પોપટભાઈ ભીમજીભાઈ કંઝારીયા રહે. વજેપર શેરી નં-૧૫ વાળાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ પોતાના ઘરની અંદર ટીવી ચાલુ રાખીને રસોઈ બનાવતા હતા જે બાબત તેના ભાઈને સારું નહીં લાગતા તેણે જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે તેને માર માર્યો હતો જેથી કરીને ફ્રેક્ચર જેવી ઈજા થઈ હોવાથી કરસનભાઈ કંઝારિયાને સારવાર માટે હોસ્પિટલ લઈને લઈ ગયા હતા ત્યાં સારવાર લીધા બાદ તેણે પોતાના ભાઈ પોપટભાઈ ભીમજીભાઈ કંઝારીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર સોમનાથ પેટ્રોલ પંપ પાસે આવેલ ઓમ મિનરલ કારખાનામાં રહેતા અને કામ કરતા ગોબરીયા નીનામા (૨૮) નામનો યુવાન બાઇક લઈને જેતપર રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં બાઈક અને જેસીબી વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં જઈને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતાના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ જસપાલસિંહ જાડેજા રહ્યા છે.
મારા મારીમાં ઇજા
મોરબી તાલુકાના ગાળા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મહેશ બાવજી જીતીયા (૪૦) અને ગીતાબેન મહેશભાઈ જીતીયા નામના બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ બંને વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ જસપાલસિંહ જાડેજા રહ્યા .






Latest News