મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે નજીવી વાતે પાડોશી વચ્ચે ધબધબાટી, ચારને ઇજા


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામે નજીવી વાતે પાડોશી વચ્ચે ધબધબાટી, ચારને ઇજા

મોરબીના સામાકાંઠે હળવદ રોડ ઉપર આવેલા મહેન્દ્રનગર ગામે સત્યમ પાર્ક સોસાયટીમાં નજીવી વાતમાં બે પાડોશીઓ વચ્ચે સામસામી બોલાચાલી બાદ સામસામે મારામારીનો બનાવ બનતા બંને પક્ષોથી મળીને ચાર લોકોને ઈજા થઈ હતી જેથી સારવારમાં સિવિલે લઇ જવાયા હતા અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસે જઈને તપાસ કરતા શેરીમાં બ્રશ કરીને કોગળા કરતા પાણી ઉડવાના બનેલા બનાવમાં ઝઘડો થયો હોવાનું સામે આવ્યું હતું..!

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલા સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતા લક્ષ્મીબેન કાંતિભાઈ પીંગલ (૪૫) અને મમતાબેન કાંતિભાઈ પીંગલને તેમજ સામેના પક્ષેથી હંસાબેન દલાભાઈ મકવાણા (૫૦) અને દલાભાઈ સવજીભાઈ મકવાણા (૫૫) ને ઇજાઓ થઈ હતી જેથી ચારેય ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.બાદમાં આ બનાવ અંગે જાણ થતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગરે ત્યાં પહોંચીને તપાસ કરી હતી.જેમાં સામે આવ્યું હતું કે મમતાબેન પીંગલ ઘર પાસે વાસણ ધોઈ રહ્યા હતા ત્યારે સામેવાળા દલાભાઈ મકવાણાના દીકરા મયુર દલાભાઈએ બ્રશ કરીને ત્યાં કોગળા કરતા પાણીના છાંટા ઉડ્યા હતા જે બાબતે ઠપકો આપતા સારું ન લાગતા માર મારવામાં આવ્યો હોવાનું સામસામે નિવેદનમાં જણાવ્યું હતુ.

મારામારીના બનાવમાં ઈજા થતા સારવારમાં

મોરબીના કંડલા હાઇવે ઉપર આવેલા નેકસસ સિનેમાના પાછળના ભાગે થયેલ મારામારીના બનાવમાં જીતુદાન બાણીદાન ગઢવી (ઉંમર ૨૬) રહે.માધાપર ચોકડી પાસે રાજકોટ વાળાને ઇજાઓ થતા સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.ત્યાં અજાણ્યા માણસની સાથે જીતુદાન ગઢવીને મારામારી થતા સારવારમાં ખસેડાયો હતો.જે અંગે હોસ્પિટલ ખાતેથી જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા મારામારીના બનાવની નોંધ કરી કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલા રોહીદાસપરામાં રહેતા હિતેશ રમેશભાઈ ચૌહાણ નામનો ૩૦ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગયો હતો.જેથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ અંગે જાણ કરવામાં આવતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ વી.ડી.મેતા દ્વારા આ બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી






Latest News