મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે શાળામાં લાઈફ સ્કીલ-આનંદમેળાનું આયોજન કરાયું


SHARE







ટંકારાના સજનપર ગામે શાળામાં લાઈફ સ્કીલ-આનંદમેળાનું આયોજન કરાયું

ટંકારાના સજનપર ગામે શાળામાં "લાઈફસ્કીલ આનંદમેળા' ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના ધો. ૬ થી ૮ ના બાળકોને પ્રાથમિક કક્ષાથી જ ધંધાકીય આવડતનો વિકાસ થાય તે હેતુથી વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા ત્યારે બાળકોએ પોતાની રીતે વિવિધ ખાણી-પીણીની વસ્તુઓના સ્ટોલ લગાવ્યા હતા જેમાં પાણીપુરી, ભેળ, દાબેલી, વેજીટેબલ સેડવીચ, પાઉંભાજી, ભૂંગરા બટેટા, ઘૂઘરા-સમોસા, ચના મસાલા, લિબુ સરબત-સોડા, કટલેરીની વસ્તુઓ વગેરે જેવા વિવિધ સ્ટોલ કરવામાં આવ્યા હતા આ બધા જ સ્ટોલની મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ  મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓમા ધંધાકીય અભિગમ કેળવાય તે હેતુથી વાલીઓ અને શિક્ષકોએ દરેક વિદ્યાર્થીઓને પૈસા આપી નાસ્તાની ખરીદી કરી હતી અને વિદ્યાર્થીઓ વધુ નફો કેમ કમાવવોએ માટે યોગ્ય પ્રયત્ન કરે તે હેતુથી સૌથી વધુ નફો કરનારને શાળા તરફથી ઇનામ પણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા બહેન કાવર માયાબેન અને દલસાણીયા ડિમ્પલબેનએ કર્યું હતુ અને શાળાના તમામ શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી જે બદલ તમામ શિક્ષકોને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ તમામને અભિનંદન પાઠવેલ છે.






Latest News