મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદના રણમલપુરમાં મકાન પચાવી પડનારા ભાઈની સામે વૃદ્ધે નોંધાવી લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ


SHARE







હળવદના રણમલપુરમાં મકાન પચાવી પડનારા ભાઈની સામે વૃદ્ધે નોંધાવી લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ

હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા વૃદ્ધને ગામતળની જમીનમાં પ્લોટ નં-૩૬ સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો જેના ઉપર તેને મકાન બનાવ્યું હતું જે મકાન તેના જ નાના ભાઈએ પચાવી પડ્યું હોવાથી વૃદ્ધે તેના ભાઈની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા કરસનભાઈ પુંજાભાઈ રાઠોડ (૮૧)એ હાલમાં તેના નાના ભાઈ કાનજીભાઈ પુંજાભાઈ રાઠોડ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષ ૧૯૮૧ માં સરકાર તરફથી સાથણીમાં મળેલ પ્લોટ નં-૩૬ જેની ૮૩.૬૧ ચોરસ મીટર જમીન ઉપર તેઓએ પોતાની માલિકીનું મકાન બનાવ્યું હતું અને તેની બાજુમાં પ્લોટ નં-૩૭ કાનજીભાઈ પુંજાભાઈ તેઓના નાના ભાઈનું મકાન આવેલ છે જોકે ગામમાં કોઈ કામ ધંધો ચાલતો ન હોવાથી તેઓ અમદાવાદ ખાતે કામ ધંધો કરવા માટે થઈને અમદાવાદ જતા રહ્યા હતા અને તેઓના ઘરની બાજુમાં રહેતા તેના ભાઈ કાનજીભાઈ પુંજાભાઈને ઘરની સારસંભાળ રાખવા માટે થઈને કહ્યું હતું અને નાના ભાઈ ત્યાં રહેવા લાગેલા હતા જોકે તેને ફરિયાદીએ મકાન ખાલી કરવા માટે કહ્યું હતું ત્યારે મકાન ખાલી કરવાની ના પાડી દીધી હતી જેથી ફરિયાદી અને તેના પત્ની તથા તેના દીકરાએ તેઓના સગા સંબંધીને કહીને તેનું મકાન ખાલી કરવા માટે થઈને ફરિયાદીના નાના ભાઈને સમજાવેલ હતા પરંતુ ફરિયાદીની માલિકીનું મકાન ખાલી કરવાની તેને ના પાડી દેતા ગેરકાયદેસર રીતે મકાન પચાવી પાડેલ હતું જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા તેના નાના ભાઈની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News