મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદના ગોલાસણ પાસે મચ્છીના જૂના ભાગીદારે યુવાનને ધોકા વડે માર માર્યો


SHARE







હળવદના ગોલાસણ પાસે મચ્છીના જૂના ભાગીદારે યુવાનને ધોકા વડે માર માર્યો

હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે યુવાનને અગાય તેની સાથે મચ્છીનો ધંધો ભાગમાં કરતા શખ્સ સહિત બે વ્યક્તિઓએ લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ તેણે પોતાના જૂના ભાગીદાર સહિત બે વ્યક્તિઓની સામે માર માર્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી વિગત પ્રમાણે ધાંગધ્રામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા જુમાભાઇ આદમભાઈ જામ જાતે મિયાણા (૩૫)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુસબ ઉર્ફે જુણસો અબ્બાસભાઇ ભટ્ટી અને સબીરા ઇદ્રીશભાઇ મોવર રહે-બન્ને રહે. સંધવી પેટ્રોલપંપ પાછળ ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાટરમા ધ્રાગધ્રા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે આવેલ ઓરડીમાં તેને આ બંને શખ્સો દ્વારા માર મારવામાં આવેલ છે વધુમાં એવું જણાવ્યુ છે કે, અગાઉ સબીર ઇદ્રીશભાઇ મોવર સાથે તે ભાગીદારીમાં મચ્છીનો ધંધો કરતો હતો અને ત્યારબાદ તેને ભાગ છૂટો કરી નાખેલ છે જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ તેને લાકડાના ધોકા વડે માર મારીને પગનું હાડકું ભાંગી નાખ્યું હતું અને હાથમાં પણ ઈજા કરી હતી અને બંને આરોપીઓ નાસી ગયા હતા જેથી કરીને હાલમાં પોલીસે ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News