મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

માળીયા (મી) મોટ દહીસરા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત 


SHARE







માળીયા (મી) મોટ દહીસરા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત 

મોરબી જિલ્લાના નવલખી હાઇવે ઉપર મોટા દહીંસરા ગામ પાસેના રેલ્વે ફાટક નજીકથી ટ્રક ચાલકે પગપાળા ચાલીને પસાર થઈ રહેલા યુવાનને હડફેટે લીધો હતો જેથી તે યુવાનને ગંભીર ઈજા થઈ હોવાથી તેને પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે, રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના ભાઈ દ્વારા હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના વવાણિયા ગામે રહેતા જાવેદભાઈ ઇસ્માઈલભાઈ ભટ્ટી જાતે વાઘેર (૨૮)એ હાલમાં ટ્રક નંબર જીજે ૫ બીડબલ્યુ ૨૪૯૩ ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે નવલખી હાઇવે રોડ ઉપર આવેલ મોટા દહીસરા પાસેના રેલવે ફાટક નજીકથી તેનો ભાઈ જાફર ઈસ્માઈલભાઈ ભટ્ટી (૩૫) પગપાળા ચાલીને રેલ્વે ટ્રેક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને ટ્રક ચાલકે હડફેટે લેતા જાફરભાઈને સાથળ, ગુપ્તાંગ અને પગના ભાગે ઇજાઓ થઈ હતી જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે તાત્કાલિક પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. મૃતક જાફરભાઈ ઇસ્માઈલભાઈ ભટ્ટી છૂટક મજૂરી કામ કરતા હતા અને તે મજૂરી કામ કરી પરત ઘર તરફ જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં ઉપરોકત ગોજારો બનાવ બન્યો હતો જેના પગલે તેમના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.






Latest News