મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં ટ્રાફિક સિગ્નલો મુકવાની શહેરીજનોની માંગ


SHARE







મોરબી શહેરમાં ટ્રાફિક સિગ્નલો મુકવાની શહેરીજનોની માંગ

મોરબી શહેર દિન પ્રતિદિન વિકાસ કરી રહ્યું છે ત્યારે શહેરમાં ટ્રાફિક સમસ્યા એ આમ બાબત બની ગઈ છે.નવા બનતા બીલ્ડીંગોમાં પાર્કીંગ-માર્જીન છોડયા વિના જ સો ટકા બાંધકામ કરાતા હોય અને જેની જવાબદારી છે તે નગર પાલીકા દ્રારા છેલ્લા વર્ષોમાં અસરકારક કામગીરી ન કરાતી હોવાના લીધે આજે ટ્રાફિક પોલીસ ઉપર પણ કામનું ભારણ વધી રહ્યું છે માટે ટ્રાફિક પોલીસનું કામનું ભારણ ઓછું કરવા અને શહેરીજનોમાં પણ ટ્રાફીક અંગે જાગૃતતા આવે તે માટે શહેર તેમજ આસપાસના હાઇવે નજીક ટ્રાફીક સિગ્નલો મુકવા જરૂરી છે.

મોરબી શહેરમાં મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક સિગ્નલો મુકવાની પ્રબુધ્ધ નાગરીકો દ્રારા માંગ કરવામાં આવેલ છે.મોરબી નગરપાલિકા દ્રારા લાખો-કરોડોનો ખર્ચ કરવા છતાં નાગરીકોને પાયાની સવલતો મળતી નથી કે હકીકત છે.શહેરમાં ચાર રસ્તાઓ ઉપર કયાંય ટ્રાફીક સિગ્નલો કે રોડ-રસ્તો કઇ તરફ જાઇ છે તે દર્શાવતા સાઇન બોર્ડ લગાવાયા નથી અને સંસ્થાઓએ લગાવી આપેલ આવા બોર્ડની જાળવણીના અભાવે અતોપતો જડતો નથી. લોકહિત ખાતર અધીકારીઓ તેમજ પદાધીકારીઓ દ્રારા આ બાબતે યોગ્ય કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.જોકે નજીવા વરસાદમાં જ મોરબીના સીટી વિસ્તારના રોડ-રસ્તાઓનો કચ્ચરઘાણ નીકળી ગયો છે તે રીતે જ હાઈવેની હાલત પણ તેવી જ છે તે ઉપરાંત નવા બનેલા માળીયા ફાટક ઓવરબ્રિજ અને હાઇવે ઉપરના સર્વિસ રોડમાં પણ ભારે મોટા ગાબડા પડી ગયા છે ત્યારે આ બાબતને લઇને તંત્રને શર્મ આવતી હોય કે ન આવતી હોય પણ માંગ કરવામાં લોકો શર્મ અનુભવી રહ્યા છેકે જયાં રોડ-રસ્તાના જ ઠેકાણા નથી ત્યાં ટ્રાફિક સિગ્નલ કે સાઇન બોર્ડની માંગ કયાં કરવી..! વરસાદ બાદ હવે કેટલા સમયમાં નવા રોડ બને છે અને કયારે ટ્રાફિક સિગ્નલો લાગે છે તે જોવું રહ્યુ.અરસપરસ ખો દેવાની વૃતિને લીધે જ આજે મોરબી રહેવા યોગ્ય નથી રહ્યુ નથી તે હકીકત છે.
 






Latest News