મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કન્યા છાત્રાલયથી “ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન” યોજાઇ


SHARE







મોરબીમાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કન્યા છાત્રાલયથી ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન યોજાઇ

નહેરુ યુવા કેન્દ્ર મોરબી, રમત મંત્રાલય ભારત સરકાર અને જે.એ. પટેલ મહિલા કોલેજ મોરબી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે આજે ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન કરવામાં આવેલ હતું ગત તા. ૧૩મી ઓગસ્ટ-૨૦૨૧ થી ૨જી ઓક્ટોબર ૨૦૨૧ સુધી આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે રાષ્ટ્રવ્યાપી ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન સમગ્ર ભારતમાં કરવામાં આવેલ છે. આ અનુસંધાનમાં મોરબી જિલ્લામાં આજે ફિટ  ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન કરવામાં આવેલ હતું અને આ કાર્યક્રમ અંતર્ગત શ્રીમતી જે.એ. પટેલ  મહિલા કૉલેજ છાત્રાલય રોડ થી જીઆઇડીસી રોડશનાળા રોડસરદાર બાગ થી જે.એ.પટેલ મહિલા કોલેજ સુધી દોડ લગાવવામાં આવી હતી તેમજ યુવાનો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય અને ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ ના સૂત્રને અંગીકાર કરીને ફિટનેસને પોતાના જીવનનું એક ભાગ બનાવે તેનું અધિકારી અને પદાધિકારીઓએ જણાવ્યુ હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે  અધિક કલેકટર અને.કે. મુછાર, ડીવાયએસપી આઈ.એમ.પઠાણ, પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, પાલિકાના ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા, જિલ્લા યુવા અધિકારી સચિન પાલ, જે.એ. પટેલ મહિલા કૉલેજ આચાર્ય ડૉ. પી.કે. પટેલ, ભાજપ અગ્રણી કે.કે.પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ યુવતીઓને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા અને પ્રથમ ત્રણ  વિજેતાને મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી






Latest News