મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

આશાવર્કર બહેનો ડોર ટુ ડોર જઈને દેશની નારીના આરોગ્યની સંભાળ રાખે છે: ચંદુભાઈ શિહોરા


SHARE







આશાવર્કર બહેનો ડોર ટુ ડોર જઈને દેશની નારીના આરોગ્યની સંભાળ રાખે છે: ચંદુભાઈ શિહોરા

મોરબી જિલ્લા પંચાયત  પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષ સ્થાને નારી વંદન સપ્તાહનિમિત્તે આજે તા. ૭ ઓગસ્ટના મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, “મહિલા અને બાળ આરોગ્ય માટે સતત કામ કરતી આશાવર્કર બહેનોથી દરેક સમુદાય, સમાજ અને સરકારને ઘણી આશા છે, જેના કારણે જ તેમનું નામ આશાવર્કર રાખ્યું છે. સરકારે મહિલા અને બાળકોના આરોગ્યને ધ્યાનમાં લઈને  આશાવર્કરની જગ્યા જ ઉભી કરી જે ડોર ટુ ડોર જઈને મહિલા અને બાળકોને શિક્ષણ અને આરોગ્યની સમજ આપે છે. જેથી કોઈ કુટુંબ શિક્ષણ અને આરોગ્યથી વંચિત ન રહે, કારણ  કે કુટુંબ મળીને રાજ્ય અને રાજ્ય મળીને દેશ બને છે.

મોરબી કલેકટર જી.ટી. પંડ્યાએ  આશા બહેનોની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “આશાવર્કર બહેનો જે કામ કરે છે તેના માટે તેને સન્માનિત તો કરવા જ જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે જ્યારે સમગ્ર દેશમાં રસીકરણ ચાલી રહ્યું છે, ત્યારે એવા લોકો, સમુદાય કે બાળકોના માતા-પિતા કે જેઓ આ રસીકરણથી અજાણ છે કે બાળકોને રસી અપાવવા સહમત નથી, તેમની સાથે સંપર્ક કરી, મળીને , મનાવીને યોગ્ય વયના બાળકોનું રસીકરણ કરાવી આપણે આપણા જિલ્લાને ઉચ્ચ ક્રમાંકમાં લાવવા માટે અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે પ્રોટેકશન ઓફિસર નિલેશ્વરીબા ગોહિલે જણાવ્યું હતું કે એક મહિલા પરીવારની સાર-સંભાળ રાખવામાં પોતાની ઉંમર જ જોતી નથી. આજે ૩૦ વર્ષ પાર કરનાર દરેક સ્ત્રીને કેલ્શિયમ અને આયર્નની ખુબ જરૂર પડે છે પરંતુ તે પોતાના આરોગ્યની અવગણના કરે છે. આવી નારીઓ માટે આશાવર્કર બહેનો એ એવા સૈનિકો છે જે ડોર ટુ ડોર જઈને દેશની નારીના આરોગ્યની સંભાળ રાખી રહી છે.આ તકે જિલ્લા પંચાયત  પ્રમુખ ચંદુભાઈ શિહોરા, કલેકટર જી.ટી. પંડ્યા, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સરોજબેન ડાંગરોચા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે સહિતના ઉપસ્થિત રહ્યા હતા.






Latest News