મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામેથી ગુમ થયેલા યુવાનની નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી


SHARE







મોરબીના કોયલી ગામેથી ગુમ થયેલા યુવાનની નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી

મોરબીના કોયલી કાસા ગામેથી યુવાન ગુમા થયો હતો જેને પોલીસ અને પરિવારજનોએ શોધી રહ્યા હતા દરમ્યાન ગામ પાસે આવેલ નદી નજીક બાવળની જાળીમાંથી તેની કોહવાય ગયેલ હાલતમાં લાશ મળી છે જેથી કરીને તાલુકા પોલીસની ટિમ સ્થળ ઉપર પહોચી હતી અને તેના મૃતદેહને હાલમાં ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અને બનવાની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે

જાણવા મળતી મહિતી મુજબ મોરબીના કોયલી કાસા ગામે રહેતો રવિભાઈ વિરાભાઇ કળોતરા (૧૯)  જે માલઢોર ચરાવવા માટે ગયો હતો અને ત્યાર બાદ તે ગુમ થયો હતો જેથી તેના પરિવારજનો શોધતા હતા અને બનાવની મોરબી તાલુકા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી દરમ્યાન આજે ગામ પાસે આવેલ ડેમી નદીના કાંઠે બાવળની જાળીમાં લાશ પડી હોવાની મુકેશભાઇ બચુભાઈ ડાંગરે જાણ કરી હતી જેથી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ સ્થળ ઉપર પહોચ્યા હતા અને યુવાનની લાશ કોહવાય ગયેલ હોવાથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે વધુમાં જે.પી. પટેલ પાસેથી મળતી માહિતી મુજબ યુવાન તેના મિત્રો સાથે અવાર નવાર નદીમાં ન્હાવા માટે જતો હતો અને તેની માનસિક બીમારીની દવા પણ ચાલી રહી હતી તેવામાં તે એકલો ન્હાવા માટે ગયો હતો ત્યારે પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજયું હોવાનું હાલમાં દેખાઈ રહ્યું છે જો કે, મોતનું ચોક્કસ કારણ જાણવા માટે બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે






Latest News