ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામના પાટીયા પાસેથી દારૂ ભરેલ સ્કોર્પિયો સાથે એક શખ્સ પકડાયો


SHARE







મોરબીના ગાળા ગામના પાટીયા પાસેથી દારૂ ભરેલ સ્કોર્પિયો સાથે એક શખ્સ પકડાયો

મોરબી માળિયા હાઇવે ઉપર ગાળા ગામના પાટીયા પાસેથી સ્કોર્પિયો ગાડી પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને રોકીને તાલુકા પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે ગાડીમાંથી ૨૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૪૦૦૦ નો દારૂ તેમજ બે લાખની કાર આમ કુલ મળીને ૨,૦૪,૦૦૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસી ટીમ મોરબી માળિયા હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી ત્યારે ગાળા ગામના પાટીયા પાસેથી પસાર થતી સ્કોર્પિયો ગાડી નંબર જીજે ૩ સીઆર ૦૦૭૧ ને રોકીને પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી દારૂના ૧૦ બાચકા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૪૦૦૦ ની કિંમતનો ૨૦૦ લીટર દેશી દારૂ તથા બે લાખની કાર આમ કુલ મળીને ૨,૦૪,૦૦૦ ના મુદ્દા માલ સાથે મોહમદહનીફ ફારુકભાઈ ભટ્ટી જાતે મિયાણા (૨૩) રહે નવલખી ફાટક પાસે પરશુરામ મંદિરની પાછળ મૂળ રહે. કાજેડા તાલુકો માળીયા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે ગાડીમાં ક્યાંથી ભરીને નીકળ્યો હતો અને કોને આપવા માટે જતો હતો તે દિશામાં તાલુકા પોલીસ ટીમ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News