મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીની મોચી શેરીમાં જાહેરમાં જુગાર રમતા સાત જુગારી પકડાયા


SHARE







મોરબીની મોચી શેરીમાં જાહેરમાં જુગાર રમતા સાત જુગારી પકડાયા

મોરબીમાં મોચી શેરીમાં આવેલા હનુમાન મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા સાત જુગારી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૧૭૦૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ મોચી શેરી હનુમાન મંદિર પાસે જાહેરમાં જુગાર રમતાઓની હકીકત એ ડિવિઝન પોલીસની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા જેમાં કિશનભાઇ રમેશભાઈ કૈલા (૨૦) રહે. મોચી શેરી મોરબી, પંકજભાઈ ઉર્ફે બકો નારણભાઈ કૈલા (૩૯) રહે. મોચી શેરી મોરબી, લાલાભાઇ નરસિંહભાઈ મારુ (૩૪) રહે. ગુલાબનગર મોરબી, વિજયભાઈ નાગજીભાઈ રાવળદેવ (૩૦) રહે. વીસીપરા મોરબી, વિજયભાઈ મયાભાઈ રાતડીયા (૨૮) રહે. ભરવાડ શેરી મોરબી, રાકેશભાઈ બુધાભાઈ રાવળદેવ (૩૦) રહે. મહેન્દ્રડ્રાઈવ રોડ મોરબી અને દીપકભાઈ મનોજભાઈ રાતડીયા (૨૫) રહે. ગઢની રાંગ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૧૭૦૦ ની રોકડ કબજે કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News