મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વાદી સમાજને કોરોના રસી માટેની ગેરમાન્યતાઓથી દૂર રહેવા અપીલ


SHARE







મોરબી જિલ્લામાં વાદી સમાજને કોરોના રસી માટેની ગેરમાન્યતાઓથી દૂર રહેવા અપીલ

કોરોના મહામારી સામે રસીકરણએ અમોઘ શસ્ત્ર છે. કોરોના રસીને લઇને હજુ પણ લોકોમાં કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તતી હોવાથી સમાજના અગ્રણીઓ, સામાજિક આગેવાનો, સ્થાનિક પદાધિકારીઓ વહિવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્ર સાથે રહીને ઝુંબેશ ચલાવી રહ્યા છે ત્યારે વિચરતી  વિમુક્ત જાતિ અને અન્ય સમાજના લોકો પણ રસીકરણ અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે વાદી સમાજના અગ્રણી કુંવરનાથ સોલંકીએ સમાજના લોકોને કોરોના રસી બાબતની ગેરમાન્યતાઓ, ભ્રમણાઓ તેમજ  અંધશ્રદ્ધા ત્યજીને કોરોનાની રસી લેવા માટે અપીલ કરી છે.

મોરબી તાલુકાના મકનસરના વાદી સમાજના અગ્રણી કુંવરનાથ સોલંકીએ કોરોના રસી લઇને જણાવ્યું હતું કે, સ્થાનિક આગેવાનો, ડૉક્ટર અને આરોગ્ય સ્ટાફનો ખૂબ જ સહયોગ મળ્યો છે. કોરોનાની રસી વિનામુલ્યે આપવામાં આવી છે ત્યારે કોરોના રસી અંગે સમાજમાં ગેરમાન્યતાઓ અને ભ્રમણાઓ ફેલાવાતી હોય તો તેને દૂર કરીને લોકોને કોરોના રસીકરણ અભિયાન અને જરૂરિયાત અંગે તેઓ માહિતગાર કરીશ અને કોરોના રસીથી લોકો ગભરાયા છે તે અંગે સાચી વાત લોકોને સમજાવીને વધુને વધુ રસીકરણ થાય તેવા પ્રયાસો તેના દ્વારા હાથ ધરવામાં આવશે






Latest News