મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતડીયા ગામે માલધારી સમાજના વિકાસ મુદ્દે મીટિંગ યોજાઈ


SHARE







વાંકાનેરના રાતડીયા ગામે માલધારી સમાજના વિકાસ મુદ્દે મીટિંગ યોજાઈ

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે માલધારી સમાજની મીટિંગ યોજાઈ હતી જેમાં માલધારી સમાજનાં વિવિધ પ્રશ્નો અને સમાજનાં વિકાસ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

રાતડીયા ગામે તા. 23 નાં રોજ સમગ્ર માલધારી સમાજની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં નાનાભાઈ - મોટાભાઈ ભરવાડ સમાજનાં બન્ને જુથ એકત્રિત થયા હતાં, અને સમાજનાં નાના મોટા પ્રશ્નો સૌ આગેવાનોએ સાથે બેસી હલ કર્યા હતાં, અને સૌ સાથે મળીને માલધારી સમાજનાં વિકાસ કાર્યો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં મચ્છુ ધામ ચેરિટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ અને તાલુકા ભાજપ મહામંત્રી હીરાભાઈ એન. બાંભવા, અરજણભાઈ ડાભી, ગેલાભાઈ મુંધવા, મશરૂભાઈ સરૈયા, મશરૂભાઈ મુંધવા, સિંધાભાઈ ભૂવા, નાનાભાઈનાં અગ્રણી નાજાભાઈ, ગગજી ભાઈ, વિઠ્ઠલભાઈ, વાંકાનેર તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભગવાનજી ભાઈ મેર, સહિત ગામેગામનાં આગેવાનોએ સાથે બેસી માલધારી સમાજનાં વિકાસ કાર્યો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.




Latest News