મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી શહેર, તાલુકા અને હળવદમાં જુગારની ચાર રેડ: ૧.૧૮ લાખના મુદામાલ સાથે ૧૮ જુગારી પકડાયા


SHARE











મોરબી શહેર, તાલુકા અને હળવદમાં જુગારની ચાર રેડ: ૧.૧૮ લાખના મુદામાલ સાથે ૧૮ જુગારી પકડાયા

મોરબી શહેરમાં બે, તાલુકામાં એક અને હળવદ તાલુકાનાં જોગડ ગામે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૮ જુગારી પકડાયા હતા જેથી કરીને પોલીસે ૧,૧૮,૪૨૦ ની રોકડ કબજે કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ દર્શન એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૬૦૨ માં રહેતા ઉપેન્દ્રભાઈ સરડવાના ઘરની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરધણી ઉપેન્દ્રભાઈ નાથુભાઈ સરડવા (૫૨) રહે. રવાપર ચોકડી દર્શન એપાર્ટમેન્ટ પ્લેક નંબર ૬૦૨ મોરબી, મોહિતભાઈ કાંતિભાઈ કાસુન્દ્રા (૩૬) રહે. શ્રદ્ધા સોસાયટી રવાપર રોડ મોરબી, ચંદુલાલ રતિલાલ બરાસરા (૫૨) રહે. ઘૂનડા, પ્રાણજીવનભાઈ કાનજીભાઈ ફુલતરીયા (૬૦) રહે. રવાપર કેનાલ ચોકડી રોયલ પાર્ક ગોલ્ડન પેલેસ બ્લોક નંબર ૬૦૨ મોરબી, વાલમજીભાઇ મોહનભાઈ માકાસણા (૬૯) રહે. ચરાડવા અને નાગજીભાઈ હીરાભાઈ ફૂલતરીયા (૬૪) રહે. આલાપ રોડ મધુરમ સોસાયટી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૮૯,૧૦૦ ની રોકડ કબજે કરી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીમાં માળિયા ફાટક ચોકડી પાસે આવેલ કાંતિનગર સોસાયટીની છેલ્લી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે રહીમભાઈ રમજાનભાઈ માજોઠી (૨૯) રહે. કાંતિનગર મોરબી તેમજ અયુબભાઈ દિલાવરભાઈ સામતાણી (૩૨) રહે. ખીરઈ તાલુકો માળીયા મીયાણા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૧૦,૮૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આવી જ રીતે મોરબીના રાજપર ગામમાં નવાપરા મેઇન શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા અમિતભાઈ રમેશભાઈ પરસુંડા (૨૫),  ભુપેન્દ્રભાઈ જીવરાજભાઈ દેત્રોજા (૫૦) અને હુસેનભાઈ ગફારભાઈ ઠાસરીયા (૩૧) રહે. બધા રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૬૧૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના રામેશ્વર જોગડ ગામના ઝાપા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા આવવાની સ્થાનિક પોલીસની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા પ્રહલાદભાઈ નાનજીભાઈ ઢવાણીયા (૩૫) રહે જોગડ, ભરતભાઈ કેશાભાઈ પાટડીયા (૪૧) રહે ખોડ, ગુગાભાઈ માવજીભાઈ મજેઠીયા (૩૫) રહે જોગડ, દિનેશભાઈ માવજીભાઈ સુરેલા (૪૫) રહે જોગડ બેચરભાઈ માવજીભાઈ પાટડીયા (૨૮) રહે ખોડ, અનિલભાઈ ગેલાભાઈ મજેઠીયા (૨૬) રહે જોગડ અને જગદીશભાઈ ગોરધનભાઈ કુડેચા (૩૧) રહે જોગડ વાળા મળી આવતા પોલીસે તેની પાસેથી ૧૨૪૨૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News