મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સેલ્ફ ફાયનાન્સ શાળાની શિક્ષિકાબેને પોતાના બે પગાર અનાથ બાળકોની ફી માટે આપ્યા 


SHARE







મોરબીમાં સેલ્ફ ફાયનાન્સ શાળાની શિક્ષિકાબેને પોતાના બે પગાર અનાથ બાળકોની ફી માટે આપ્યા 

મોરબીમાં આવેલ ઓમ શાંતિ વિદ્યાલય મોરબીમાં શિક્ષિકા તરીકે સેવા આપતા જાડેજા નીમીશાબા દેવદીપસિંહ પોતાનો બે મહિનાનો પગાર અનાથ બાળકોની ફી માટે આપેલ છે. આ શાળામાં ૩૯  અનાથ બાળકોને નિઃશુલ્ક ભણાવવામાં આવે છે. ૩૯ માથી ૩ વિદ્યાર્થીઓની ફી ભરાયેલ છે. જે શાળાના ભૂતપૂર્વક વિદ્યાર્થીઓએ સહાયરૂપ બનેલ છે. દેવદીપસિંહ ઝાલા મારુતિ ટુ વેલ્યૂમાં મેનેજર છે. અને શાળાના શિક્ષિકા નીમીશાબા તેમના ધર્મપત્ની છે. એવી જ રીતે શાળાના ભૂતપૂર્વક વિદ્યાર્થી હાલ સીએ ઉપાધ્યાય સાગર જે રૂબરૂ શાળાએ આવી અનાથ વિદ્યાર્થિની ફી ભરેલ છે. અને હજુ ફી ભરવાની જવાબદારી લીધેલ છે. અને શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ટી.ડી. પટેલે આ બાળકોને ૧૨ ધોરણ સુધીનો અભ્યાસ નિઃશુલ્ક જાહેર કરેલ છે. આ બાળકો સમાજમાંથી આવે છે. અને સમાજના લોકો પણ તેમાં સહભાગી બને તે માટે સેવાભાવી લોકો, સંસ્થાઓને જાહેર અપીલ કરવામાં આવેલ જેના ભાગરૂપે તેઓએ ફી ભરેલ છે. જેથી આ બાળકોને સંદેશ જાય કે સમાજના લોકો તેમની પડખે ઊભા છે. અને તેઓ સમાજનો હિસ્સો છે.






Latest News