સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સિરામિક ઉદ્યોગના આંતરીક ૯૪ રસ્તાનું કામ સરકારે કર્યું મંજૂર: દુર્લભજીભાઈ દેથરીયા


SHARE











મોરબી જીલ્લામાં સિરામિક ઉદ્યોગના આંતરીક ૯૪ રસ્તાનું કામ સરકારે કર્યું મંજૂર: દુર્લભજીભાઈ દેથરીયા

ગુજરાત રાજયના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ઉદ્યોગ સ્થાયી પરામર્શ સમિતિની પ્રથમ બેઠક મળી હતી જે સમિતિના સદસ્ય ૬૬ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મોરબી જીલ્લાના સિરામિક ઉદ્યોગના આંતરીક ૯૪ રસ્તાઓ ૧૭૦ કી.મી. માટે રૂપીયા ૫૫૦ કરોડની રજૂઆત કરેલ હતી.

ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા ઉદ્યોગ પરામર્શ સમિતિની પ્રથમ બેઠકમાં મોરબી જીલ્લાના સિરામિક ઉદ્યોગોનો અહેવાલ આપતા જણાવ્યુ હતું કે સમગ્ર વિશ્વમાં મોરબી એટલે સિરામિકસ ઉદ્યોગમાં ચીનને હંફાવતુ શહેર છે. ત્યારે મોરબી જીલ્લાના અલગ અલગ આશરે ૧૦,૦૦૦ જેટલા નાના મોટા એકમો આવેલ છે. જે એકમોમાં અંદાજીત ૪ લાખ લોકોને રોજીરોટી મળી રહે છેજેન આશરે વાર્ષિક ટનઓવર ૮૦ લાખ કરોડનું છે. તેમજ અંદાજે વાર્ષિક ૨૫ લાખ કરોડનું એકસપોર્ટ થાય છે ત્યારે સરકારને પણ આમાંથી ટેકસ રૂપે ઘણી આવક મળતી હોય છે. આ સિરામિક વિસ્તારમાં આંતરીક માળખાકીય સુવિધાઓ અને આંતરીક રસ્તાઓ ન હોવાથી ઘણી બધી સમસ્યાઓ ઉભી થતી હોય છે. તો આ રસ્તાઓ સરકાર દ્વારા મંજુર કરવા જોઈએ તેવું દુર્લભજીભાઈ દેથરીયાએ પરામર્શ સમિતિમાં અધ્યક્ષને રજુઆત કરી હતી અને સમિતિનો અહેવાલ ગુજરાતના મુખ્યમંત્રીને ધ્યાને મુકેલ હતો.

ટંકારાના ધારાસભ્ય દ્વારા પરામર્શ સમિતિના અહેવાલની સાથોસાથ સાંસદ મોહનભાઈ કુંડારીયાએ પણ ગુજરાત રાજયના મુખ્યમંત્રીને રૂબરૂ મળી આ અંગેની રૂબરૂ રજુઆત કરતા ગુજરાત સરકારના મુખ્યમંત્રી તેમજ મંત્રીમંડળ દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગોના આંતરીક રસ્તાઓને ગુજરાત સરકાર દ્વારા પ્રથમ ફેઈઝના ૩૧ રોડ કુલ કી.મી. ૯૪.૫૬ માટે રૂપીયા ૩૭૬ કરોડની સૈધાંતિક મંજૂરી આપેલ છેજે કાર્યોના ટેન્ડર ટુંક સમયમાં બહાર પાડી કામો શરૂ કરવામાં આવશે. આ આંતરીક રસ્તાઓની મંજુરી મળતા મોરબી જીલ્લાના સિરામિક ઉદ્યોગ તથા અન્ય ઉદ્યોગોને ઘણો મોટો ફાયદો થશે. મોરબી જીલ્લાના સિરામિકના આંતરીક રસ્તાઓ મંજુર કરવા બદલ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત અને સમિતિના સભ્યઓનો આભાર વ્યકત કરેલ છે






Latest News