હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૨ ડેમમાં જતાં પ્રદુષિત પાણીને રોકવા કોંગ્રેસની માંગ


SHARE







મોરબીના મચ્છુ-૨ ડેમમાં જતાં પ્રદુષિત પાણીને રોકવા કોંગ્રેસની માંગ

મોરબીના મચ્છુ-૨ ડેમમાં પ્રદુષિત પાણી અને કડદો નાખવામાં આવે છે તેવી રજૂઆત હાલમાં કોંગ્રેસના આગેવાન દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે અને ડેમાંથી લોકોને પીવા માટેનું તેમજ ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી આપવામાં આવે છે ત્યારે તે ડેમનું પાણી દૂષિત થતું અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડમાં રહેતા કોંગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ કલેક્ટરને રજુઆત કરી છે જેમાં જણાવ્યું હતું કે, મોરબીની આસપાસમાં ઘણા કારખાના આવેલ છે તેમાંથી નીકળતા પ્રદૂષણનો યોગ્ય નિકાલ કરવાના બદલે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તે રીતે મચ્છુ-૨ ડેમમાં પાણી જાત તેવી રીતે તેને નાખવામાં આવે છે હાલમાં રફાળેશ્વરની આજુબાજુમાં આવેલ પેપરમિલો તેમજ સિરામીક ફેકટરી દ્વારા કેમીકલયુકત વેસ્ટ કચરાના ઢગલા કરવામાં આવે છે જેમાંથી વરસાદી પાણી હાલમાં મચ્છુ-૨ ડેમમાં જાય છે જે લોકોના આરોગ્યને તેમજ અબોલ જીવને નુકશાન થાય તેવી ભીતિ છે જેથી કરીને વહેલી તકે પ્રદૂષણ રોકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં જણાવ્યુ છે કે, સરકારી ખરાબો તથા ઈરીગેશનની જગ્યા છે. ત્યાં પેપરમિલો તથા સિરામીકના કચરાને નાખવામાં આવે છે જેના કારણે આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને પણ હેરાન થવું પડે છે જેથી કરીને ડેમમાં જતાં દૂષિત પાણીને અને આ પ્રવૃતિને રોકવામાં આવે તેવી માંગ કરી છે






Latest News