મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૩૭૬ કરોડના ખર્ચે ૩૧ રસ્તાના કામ શરૂ કરાશે: કાંતિલાલ અમૃતિયા


SHARE







મોરબી જીલ્લામાં ૩૭૬ કરોડના ખર્ચે ૩૧ રસ્તાના કામ શરૂ કરાશે: કાંતિલાલ અમૃતિયા

વિશ્વ કક્ષાના મોરબી સિરામિક ઉદ્યોગને વર્ષોથી પરેશાન કરતી આંતરિક રોડ રસ્તાની સમસ્યાઓના ઉકેલ માટે મોરબી-માળિયાના વિધાનસભા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સતત પ્રયત્નશીલ હતા તેમની અથાગ મહેનતના પરિણામ સ્વરૂપ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સિરામિક ઉદ્યોગના આંતરિક રસ્તાના કરોડો રૂપિયાના કામ ત્રણ ફેઝમાં કરવાની મંજુરી આપી છે. જે પૈકી પ્રથમ ફેઝમાં ૩૭૬ કરોડના ખર્ચે કુલ ૩૧ રસ્તાના કામ ટૂંક સમયમાં શરૂ થવાના છે

સિરામિક ઉધોગના ભારે ટ્રાફિકને ધ્યાને રાખીને આરસીસી રોડ બનવાના છે જેના પરિણામે મોરબીના સિરામિક ઉદ્યોગને વર્ષોથી પરેશાન કરતી સમસ્યામાંથી મુક્તિ મળવાની શરૂઆત થઇ જવાની છે. બાકીના બે ફેઝના કામ પણ ટૂંક સમયમાં શરુ થશે અને આમ કુલ ૯૬ જેટલા રોડના કામ પૂર્ણ થતા જ મોરબીના સિરામિક ઉદ્યોગની આ સમસ્યા કાયમ માટે દુર થવાની છે. ત્યારે હાલમાં જે કામ થવાના છે તેમાં દરિયાલાલ હોટેલ થી અમન એસ્ટેટ ૨ કિમી, સોરીસો ગ્રેનીટોથી જેટકો લખધીરપુર રોડ 3 કિમી, સોમનાથ પેટ્રોલપંપથી LGF વિટ્રીફાઈડ ૨ કિમી, અમરધામથી ઇસ્કોન પેપરમિલ ૪.૨ કિમી, બ્રાવીટ ગ્રેનીટોથી બોન્ઝા સિરામિક (માટેલ રોડ )૧,૩ કિમી, માટેલ રોડથી સરતાનપર રોડ(ઇટકોસ,સોમાણીફાઈન ,ઈટોલી સિરામિક ૧.૫ કિમી, NH ૨૭ થી એમસર સિરામિક ૧.૮ કિમી, સેન્સો ચોકડીથી બોન્ઝ સિરામિક (સરતાન પર રોડ) ૨.૧  કિમી, સીયારામ સિરામિકથી વિન્ટેલ સિરામિક ૧.૭ કિમી, એરો સિરામિકથી મેક્સ ગ્રેનાઈટો ૫૨૫ મીટર, માટેલ રોડથી રીચ વિટ્રીફાઈડ ૧.૨ કિમી, સમર્પણ ઓટોપેકિંગ કાલિકાનગરથી N-H ૨૭ ૮.૨ કિમી, એડમીન સિરામિકથી નેશનલ હાઈવે ૩.૫ કિમી, કેનાલ રોડથી ઘૂટું રોડ (વાયા મેટ્રો સિરામિક) ૧.૭ કિમી , ઝમા ગ્રેનેટોથી માટેલ રોડ(વાયા રામેટ પેપરમિલ) ૪.૬૫ કિમી, જેતપર રોડથી ઝારકો સિરામિક-૫.૯ કિમી, રાતવીરડાથી ભીમગુડા રોડ (કલેઈમન રોડ) 2 કિમી, ફ્રેંચ સિરામિકથી માટેલ અરમાનો સિરામિકથી એડ્રોરેશન સિરામીક ૪.૯ કિમી, માટેલ ગૌશાળા થી જામસર ચોકડી ૧.૬૨ કિમી, સ્લીમ ટાઈલ્સ થી રે સિરામિક (સરતાન પર રોડ)૧.૮ કિમી, રે સિરામિકથી રાતા વીરડા ગામ ૯૦૦ મીટરસનહાર્ટ સિરામિકથી માટેલ રોડ ૧.૩ કિમી, માટેલથી સીમ્બોસા સિરામિક ૯૦૦ મીટર, NH૨૭થી વીટા સિરામિક ૯૦૦ મીટર, (વાયા ફ્બુલાસીરામિક જુના જાંબુડિયા), મોરબી-હળવદ રોડથી જુના ઘૂટું રોડ(નેહા સિરામિક )૮૦૦ મીટર, કાસા સિરામિક સરતાનપર રોડથી પાનેલી રોડ ૪.૬ કિમી લાક્કડધાર રોડ થી માટેલ રોડ -૨.૫, (વાયા સનકોર અલાસ્કા માઈક્રોન ,નિશા સિરામિક,ગ્રેસ સિરામિક), ઇટાલિકા માટેલ રોડથી હયાત સીસી રોડ સુધી ૨.૨ કિમી, NH-27થી મચ્છુ ૨ ડેમ રોડ ૫.૯  કિમી, (વાયા જોધપર નદી પ્લેટીના વિટ્રીફાઈડ), જામસર ચોકડીથી વીરપુર પાટિયા ૨૪.૪ કિમી (શિવપુર-માથક-કડીયાણા)નો  સમાવેશ થાય છે






Latest News