મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં કોવિડમાં લીધેલ સારવારનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો ચુકાદો


SHARE







મોરબીમાં કોવિડમાં લીધેલ સારવારનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો ચુકાદો

મોરબીના વતની સલીમભાઇ ગનીભાઈ છીછોદરાના પત્ની રીઝવાનાબેન કોવીડ સમયે મોરબીમા માધવ હોસ્પીટલમાં દાખલ થયેલ હતા અને તેમની પાસે આદિત્ય બીરલા હેલ્થ ઇન્સ્યુરન્સ કંપનીની હેલ્થ પોલીસી હતી તેના સારવારનો ખર્ચ ૫૦,૦૦૦ આવેલ હતો જેના તમામ બીલો તથા આધાર વીમા કંપનીને આપી દધેલ હતા અને સલીમભાઇ રેગ્યુલર પ્રીમીયમ ભરતાં હતા છતા વીમા કંપનીએ અયોગ્ય રીતે હેલ્થ વીમા નામંજુર કરેલ હતો.

જેથી તેઓમોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરેલ હતી જે કેઇસ ચાલી જતાં ગ્રાહક અદાલતે આદિત્ય બીરલા હેલ્થ ઇન્સ્યુરન્સ કંપનીને સલીમભાઇને ૫૦,૦૦૦ તથા ૭,૦૦૦ અન્ય ખર્ચ સાત ટકાના વ્યાજ તા.૧૨-૧૧-૨૧ થી ચુકવવાનો હુકમ કરેલ છે અને ગ્રાહકે પોતાના હક માટે લડવુ જોઇએ કોઇપણને અન્યાય થાય કે છેતરપીંડી થાય તો મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઇ ભટ્ટ (૯૩૨૭૪ ૯૯૧૮૫) મંત્રી રામભાઈ મહેતા (૯૯૦૪૦ ૯૮૦૪૮) નો સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News