મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાંકાનેરમાં શિક્ષક બદલી અરજીમાં પણ ભ્રષ્ટાચાર !


SHARE







મોરબી જિલ્લાના વાંકાનેરમાં શિક્ષક બદલી અરજીમાં પણ ભ્રષ્ટાચાર !

મોરબી જિલ્લાનું વાંકાનેર ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો તેમ એક પછી એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે હાલમાં મળતી વિગત મુજબ હાલ શિક્ષકોના બદલી કેમ્પ ચાલી રહ્યા છે અને ઓનલાઈન બદલી કેમ્પ પૂર્ણ થતાં જિલ્લાફેર બદલીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ છે અને જિલ્લાવાર સિનિયોરિટી લિસ્ટ બહાર પડેલ છે જેમાં ચોંકાવનારી માહિતી સામે આવેલ છે

રાજકોટ કોર્પોરેશનનું બદલીના સિનિયોરિટી લિસ્ટના પેજ નં-૧૩ ના પ્રાથમિક વિભાગની પ્રતીક્ષા યાદીના કર્મ નં-૪ પર રહેલી યાદી મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા બેન દશ વર્ષના બોન્ડ પર નોકરીએ લાગેલા હતા. અને વર્ષ-૨૦૨૦ માં એ બોન્ડ આધારિત ફરજ બજાવતા હોય બદલીની અરજી કરી શકે જ નહીં છતાં આ બહેને અરજી કેવી રીતે કરી? અરજી કરી તો તાલુકા શાળાના આચાર્યે અનેક જાતના પ્રમાણપત્રો કેમ આપ્યા ? આ અરજીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સહી-સિક્કા આવે એ સહીઓ કેવી રીતે કરી ? એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છેઅને ખાસ કરીને સરકાર દ્વારા બોન્ડ હેઠળ નોકરી કરતા કર્મચારીની દશ વર્ષ સુધી બદલીની અરજી પણ ન કરી શકે છતાં અરજી રાજકોટ કોર્પોરેશનમાં પહોંચી ગઈ ! અને પ્રતિક્ષા યાદીમાં નામ ચોથા ક્રમે આવી ગયું ! અને રાજકોટ પ્રોપરની શાળામાં બદલી પણ થઈ જશે જેથી કરીને આમાં ભ્રષ્ટાચારીઓએ સરકારે બનાવેલા બદલી માટેના નિયમોનો પણ ઉલાળ્યો કરી નાખ્યો હોય તેવો ઘાટ સામે આવ્યો છે ત્યારે જવાબદાર અધિકારી દ્વારા આ બાબતે કોઈ કડક પગલાં લેવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે






Latest News