મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકાની જમીન હડપ થઈ જાય તે પહેલા બગીચો કે સોલાર પાર્ક બનાવવા કોંગ્રેસની માંગ


SHARE







મોરબીમાં પાલિકાની જમીન હડપ થઈ જાય તે પહેલા બગીચો કે સોલાર પાર્ક બનાવવા કોંગ્રેની માંગ

મોરબી પાલિકા   ગ્રેડની પાલિકા કહેવાય છે પરંતુ પ્રજાને સુવિધા ડી ગ્રેડની પાલિકા જેવી સુવિધા મળે  છે ત્યારે મોરબી પાલિકાની નદિઘરની જગ્યા કોઈ ભૂમાફિયા કે રાજકીય વ્યક્તિ પોતાના કબજામાં લઇ  લે  તે પહેલા મોરબીની પ્રજાને હરવા ફરવા માટે  બગીચો બનાવવામાં આવે અથવા તો સોલાર પ્લાન બનાવવામાં આવે તેવી મોરબી કોગ્રેસના આગેવાનો કરી રહ્યા છે

શહેરની પ્રજા પાલિકાને ટેક્ષ નિયમિત ભરે છે કારણ કે પ્રજાને જોયતી પ્રાથમિક સુવિધા હરવા ફરવા બાગ બગીચા પાલિકા આપે પણ આ તો મોરબીની પાલિકા છે સુવિધા આપવામાં સરેઆમ નિષ્ફળ ગયેલ છે હાલ  શહેરમાં જે બગીચા છે તે બાગ બગીચામાં ફરવા જવાય એવા એક પણ બગીચા નથી માટે  શહેરના નાગરિકોને પ્રાઇવેટ રિસોર્ટમાં જવું પડે છે અને આર્થિક રીતે પણ સહન કરવું  પડે છે મોરબીમાં લોકોને હરવા ફરવા અને મનોરંજન માટે  સુવિધા આપવા માટે  મનોરંજન હેડ હેઠળ  ગ્રાન્ટ મળે છે સાથે પ્રજા ટેક્ષના પેસા પણ  ભરે છે તો મોરબીની પ્રજાને હરવા ફરવા માટે સારો બગીચો પંચાસર રોડ પર નદીઘર બનાવેલ તે વિશાળ જગ્યામાં બનાવવામાં આવે તેવી માંગ છે

વધુમાં એવું પણ જણાવ્યુ છે કે, આ જગ્યા ઉપર ભુમાફિયા અને રાજકીય વ્યક્તિનો ડોળો  હોવાની ચર્ચા છે ત્યારે કોઈ પણ  ભોગે આ જગ્યાને કબજામાં લઇને ક્રિકેટ એકડેમીના નામે કે કોઈ ટ્રસ્ટના નામે આપી દેવામાં આવે તે પહેલા ત્યાં પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા લોકોને હરવા ફરવા માટે સારો બગીચો અથવા તો સોલાર પેનલ પ્લાન બનાવવામાં આવે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુ, ગૂજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી અને મોરબી  શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીએ જણાવ્યુ છે






Latest News