મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ માટે ચુંટણી અધિકારીની કરાઇ રજૂઆત


SHARE







મોરબી જિલ્લાના શિક્ષકોને બીલઓની કામગીરીમાંથી મુક્તિ માટે ચુંટણી અધિકારીની કરાઇ રજૂઆત

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગઇકાલે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર મોરબીને મુખ્ય નિર્વાચન અધિકારીઓની સમિતિ દ્વારા સુચવ્યા મુજબ બી.એલ.ઓ. તરીકેની કામગીરીમાં શિક્ષકોને અનિવાર્ય ન હોય તેટલે અંશે નહિ સોંપવા રજુઆત કરવામાં આવેલ છે

શિક્ષકો દ્વારા બી.એલ.ઓ.ની કામગીરીને પરિણામે બાળકોના શિક્ષણને થતી ગંભીર અસરો પરત્વે ધ્યાન દોરવામાં આવેલ હતું અને ભારતના ચુંટણી પંચ દ્વારા નિમાયેલ નિયત સમિતિના સુચવ્યા મુજબ બી.એલ.ઓ. તરીકેની કામગીરી આંગણવાડીના કાર્યકરો, તલાટી, મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો, વિગેરેને સોંપી શકાય છે. જેથી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કલેકટર જી.ટી.  પંડયાને ચુંટણી પંચની કામગીરી શાળાના બાળકોના ભવિષ્યના હિત ખાતર શિક્ષકો સિવાયના સરકારી, અર્ધ સરકારી કર્મચારીઓને સોંપવા માટે લિખિત રજૂઆત કરવામાં આવેલ છે. ત્યારે કલેકટર દ્વારા પણ શિક્ષણકાર્યની મહત્વતા સમજીને હકારાત્મક અભિગમ દાખવીને જરૂરી પગલાં લેવાં આશ્વાસન આપવામાં આવેલ છે. ત્યારે સત્વરે બી.એલ.ઓ. તરીકેની કામગીરીમાંથી શિક્ષકોને હળવાસ મળે તેવી આશા  છે. 






Latest News