મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ પાસે કારખાના નજીક યુવાનને માર મારતા યુવાનનું મોત: હત્યાનો ગુનો નોંધાઈ તેવા સંકેત


SHARE







મોરબીના નીચી માંડલ પાસે કારખાના નજીક યુવાનને માર મારતા યુવાનનું મોત: હત્યાનો ગુનો નોંધાઈ તેવા સંકેત

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસે અજાણ્યા યુવાનનો મૃતદે મળી આવ્યો હતો અને તે બાબતે કારખાનાના સિક્યુરિટી ગાર્ડ દ્વારા પોતાના કારખાનેદારને જાણ કરવામાં આવી હતી અને બાદમાં તાલુકા પોલીસને જાણ કરાતા હાલ તાલુકા પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવી તેના પરિવારજનોની શોધખોળ કરવામાં આવી રહી છે અને યુવાનને માર મરવામાં આવ્યો હોવાથી તેનું મોત નીપજયું હોવાની શંકાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને સાંજ સુધીમાં આ બનાવમાં હત્યાનો ગુનો નોંધાઈ તેવી પણ શક્યતા સેવાઇ રહી છે અને મૃતક યુવાનને માર મરનારા પણ પોલીસની હાથવેંતમાં હોવાની જાણવા મળેલ છે

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસે કયું સેવન સીરામીક નજીકથી આશરે ૩૦ થી ૩૫ વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદે મળી આવ્યો હતો જેથી ત્યાંના સિક્યુરિટી ગાર્ડ રજનીભાઈ રૂપાલા રહે. અંદરણા વાળાએ કારખાનેદરને જાણ કરી હતી અને બાદમાં આ બાબતે તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસે મૃતદેને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને મૃતકને માર માર્યો હોવાથી તેનું મોત નીપજયું હોવાની શંકાને આધારે પોલીસે તપાસ શરૂ કરવામાં આવી છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છ જેટલા ઈસમોએ મૃતક યુવાનને માર માર્યો હોવાની વાત સામે આવી રહી છે જેથી કરીને પોલીસે તે શખ્સોને રાઉન્ડઅપ કર્યા છે અને મૃતક યુવાનના મોતની ચોક્કસ કારણ પીએમ રિપોર્ટમાં આવી ગયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે જો કે, આ બનાવમાં હત્યાનો ગુનો નોંધાઈ તેવા સંકેતો અધિકારી સૂત્રો પાસેથી મળી રહ્યા છે જો કે, મૃતક પરપ્રાંતીય યુવાન હોવાથી તેને કયા કારણસર માર માર્યો છે ?, તે શા માટે કારખાનામાં આવવા માટે ઇચ્છતો હતો ? તે સહિતની બાબતોની તપાસ કરીને પોલીસે દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબી તાલુકાના બેલા (જેતપર) ગામે આવેલા ખોખરા હનુમાન મંદિર વાળા રસ્તે આવેલ સેલ્ફી સિરામિક નામના કારખાનાના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા મગનભાઈ જગમાલભાઈ દેસાઈ નામના ૨૫ વર્ષના યુવાનને કારખાના નજીક મારામારીના બનાવવામાં જાઓ પહોંચી હતી જેથી તેને સિવિલે સારવાર માટે લઈ જવાયો હતો બનાવ સંદર્ભે તે બી વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરી આગળની તજવી ચલાવવામાં આવી રહી છે જ્યારે મારામારીનો બીજો બનાવ મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રણછોડનગરમાં બન્યો હતો જેમાં ઘર પાસે થયેલ મારામારીના બનાવવામાં રવિ સવજીભાઈ સાવલિયા નામના ૩૧ વર્ષના યુવાનને પણ ઇજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો જેથી સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસને જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી. મેતા દ્વારા આ મારામારીના બનાવની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News