મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના જુદાજુદા ગામોમાં સ્વચ્છતા-આરોગ્ય કીટનું વિતરણ કરાયું


SHARE







મોરબી જિલ્લાના જુદાજુદા ગામોમાં સ્વચ્છતા-આરોગ્ય કીટનું વિતરણ કરાયું

મોરબી જીલ્લામાં એચ. એલ સોમાણી ફાઉન્ડેશન અને હેલ્પએજ ઇન્ડિયા દ્વારા વાંકાનેરના સરતાનપર અને વઘાસિયા તથા મોરબી તાલુકાના સિરામિક સિટી, ભડિયાદ, જવાહરનગર, જાંબુડિયા, લાલપર, મકનસર, પ્રેમજીનગર, પાનેલી, લખધિરપુર, ઉચી માંડલ, નીચી માંડલ, ઘૂંટુ, પીપળી, બેલા અને રંગપર ગામમાં ૩૮૦ આરોગ્ય અને સ્વચ્છતા કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાં ૫૫ વર્ષથી વધુ વયના વડીલોના સ્વાસ્થ્ય વિશે જાગૃતતા લાવવાના હેતુથી વિતરણ કરવામાં આવ્યું હતું. જેઓ આર્થિક રીતે તેમની જરૂરિયાતોને પહોંચી વળવા અને તેમના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે સક્ષમ નથી તેવા લોકો સુધી પહોંચીને કીટ આપવામાં આવી હતી. આ કાર્યને સફળ બનાવવા એચ.એલ. સોમાણીમાંથી અશ્વિનીકુમાર મની, રામોતર સિંઘ, જયંતિ પનારા, દેવેન્દ્ર વાઘ, સુરેશ કોરિયા તથા હેલ્પ એજ ઇન્ડિયા મોરબી મોબાઇલ હેલ્થવેન સ્ટાફ અને દરેક ગામના સરપંચ, આશાવર્કરો અને ગામના આગેવાનોના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો.






Latest News