શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી કાચા-પાકા 15 જેટલા દબાણોનો સફાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા ન્યાયાધીશ પી.સી. જોષીએ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સની મુલાકત લીધી


SHARE











મોરબીમાં જિલ્લા ન્યાયાધીશ પી.સી. જોષીએ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સની મુલાકત લીધી

મોરબીમાં જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અધ્યક્ષ પી.સી. જોષી અને ફૂલ ટાઈમ સેક્રેટરી બી.એસ. ગઢવીએ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલયની મુલાકાત લીધી હતી.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ પી.સી. જોષીએ જિલ્લામા જુવેનાઈલ જસ્ટીસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ ૨૦૧૫  અંતર્ગત નોંધાયેલ કેસો નિર્દિષ્ટ સમય મર્યાદામાં કેસોનો યોગ્ય અને ઝડપી અને નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષએ પ્રોટેક્શન હોમ (વિકાસ વિદ્યાલય)ના સ્ટાફને ગૃહમાં રખાયેલા દીકરીઓની ખાસ સાર-સંભાળ રાખવા સૂચના આપી હતી અને દીકરીઓ ને તેમના ઘર જેવું યોગ્ય શિક્ષણ, સલામતી, ખોરાક તેમજ સારું વાતાવરણ પૂરું પાડવા પણ નિર્દેશ આપ્યો હતો. આ મુલાકાત દરમિયાંન બાળકોને શિક્ષણનું મહત્વ, જીવનમાં રમત-ગમતનું મહત્વ તેમજ કાયદાકીય માર્ગદર્શન આપેલ હતું. બાળકોને મળતી તમામ સુવિધાનુ નિરિક્ષણ પણ કરેલ અને બાળકો વધુ ને વધુ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી આગળ વધે તેમ શુભેચ્છાઓ પાઠવેલ હતી. વિકાસ વિદ્યાલયની મુલાકાતમાં જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અધ્યક્ષશ્રી પી.સી. જોષી સાથે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ મોરબીના સેક્રેટરી બી.એસ ગઢવી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ. વિપુલ શેરશિયા, સંસ્થાકીય અધિકારી રિતેશભાઈ ગુપ્તા, અધિક્ષક નિરાલીબેન જાવીયા, પ્રતિનિધિ દમયંતીબેન નિમાવત તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News