મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામેથી યુવાન ગુમ


SHARE







મોરબીના રંગપર ગામેથી યુવાન ગુમ

મોરબી તાલુકાના રંગપર ગામે રહેતા પરિવારનો યુવાન છેલ્લા ઘણા દિવસોથી ગુમ થયો હોય પરિવારે શોધખોળ કર્યા છતા પતો ન લાગતા હાલ તાલુકા પોલીસમાં આ અંગે જાણ કરતા હવે તાલુકા પોલીસે ગુમ થયેલા યુવાનની શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

મોરબી તાલુકા પોલીસ મથક ખાતે મોરબીના રંગપર ગામે રહેતા ટીનાબેન દિનેશભાઈ નાનજીભાઈ સાગઠીયા (ઉમર ૪૦) નામની મહિલાએ જાણ કરી જણાવ્યું હતું કે, તેમનો પુત્ર રોનક દિનેશભાઈ સાગઠીયા (ઉમર ૧૯) ગત તા.૩૦-૫ ના સવારે ૬ વાગ્યેથી ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ચાલ્યો ગયેલ છે અને ઘરમેળે શોધખોળ કરવા છતાં પણ તેનો કોઈ પતો લાગ્યો નથી માટે હાલ તાલુકા પોલીસે ગુમનોંધ દાખલ કરી છે અને તેની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.સંભવતઃ પ્રેમ પ્રકરણના લીધે યુવાન ગુમ થયો હોય તેવું પ્રાથમિક અનુમાન કરીને હાલ પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના માર્કો વિલેજ સોસાયટી હરિપાર્ક પાસે રહેતા જૈમીનીબેન રવિભાઈ હરેશભાઈ જોશી નામની ૩૫ વર્ષેીય મહિલાને તેના ઘરે મારામારીના બનાવમાં ઇજા પહોંચતા સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી અને બનાવને પગલે હાલ તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના જેલ રોડ ઉપર ઠાકર લોજની પાછળ રહેતા ભાવિન રાજેન્દ્રભાઈ સોનગ્રા નામના ૩૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતાં અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસને જાણ કરાતા તપાસમાં સામે આવ્યુ હતુ કે ભાવિન સોનગ્રા બાઈક લઈને મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર ગોલા બજાર પાસેથી નીકળ્યો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક કુતરા સાથે અથડાતા બાઈક સ્લીપ થઈ ગયું હતું. જે બનાવમાં તેને ઇજા પહોંચતા હાલ સારવારમાં ખસેડાયો હતો.






Latest News