મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

હરડે પ્રચાર કેન્દ્ર મોરબીની અપીલ, વૃક્ષારોપણ સાથે વૃક્ષ ઉછેર પણ કરો


SHARE







હરડે પ્રચાર કેન્દ્ર મોરબીની અપીલ, વૃક્ષારોપણ સાથે વૃક્ષ ઉછેર પણ કરો

 છેલ્લા થોડા વર્ષોથી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધતી જાય છે એ સારી વાત છે બાકી તો અગાઉ આ બાબતે ઘોડો નાસી ગયા પછી તાળું મારવા જેવી વાત હતી. ખેર,હજુ મોડું થયું નથી અત્યારે ચોમાસામાં વૃક્ષારોપણ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે.સરકારી નર્સરીઓમાં જાતજાતના ફળાઉ અને દેશી રોપાઓ સાવ નજીવા  ટોકન દરે મળે છે.સામાજિક અને શૈક્ષણિક કાર્ય કરતી સંસ્થાઓ,સ્કૂલો,ગ્રામ પંચાયતો, પર્યાવરણ મંડળો વગેરેને તો તે નિઃશુલ્ક પણ મળે છે,આમ છતાં જોઈએ તેટલું કામ આ દિશામાં હજુ થયું નથી.બધું જ સરકાર કરશે એવા અભિગમમાંથી બહાર નીકળીને આ પ્રકારના સામાજિક અને પર્યાવરણીય કાર્યોમાં આપણે સૌએ સરકાર સાથે સહભાગીદારી નોંધાવવી પડશે.રોપાઓ મેળવીને ઉછેરવા સિવાય પણ આપણા ગરમ ભૌગોલિક પ્રદેશમાં તો અનેક ઉપયોગી વૃક્ષો માત્ર ડાળીઓ કાપીને વાવવાથી પણ ઉછેરી શકાય છે.જૈવિક સમતુલન ( ઇકોલોજીકલ બેલેન્સ) ના એક હિસ્સા રૂપે આપણે પક્ષીઓને બચાવવા હશે તો તેને પણ માળો અને ખોરાક મળી રહે તેવા અનુકૂળ વૃક્ષો વાવવા પડશે. માનવ જીવનને સમતોલ બનાવવા પશુ-પંખીઓનું સહ અસ્તિત્વ જરૂરી છે ત્યારે દુર્ભાગ્યે રાસાયણિક ખાતરોનો અતિરેક ઉપરાંત એક બાજુ સિમેન્ટ ક્રોન્ક્રિટનાં જન્ગલો અને બીજી બાજુ માંસાહરી લોકોને ખેતી રખોપાનું કામ આપ્યા પછી પશુ પક્ષીઓની હાલત પણ દિનબદીન કફોડી થઈ રહી છે અને અનેક પશુ પક્ષીઓની વસ્તી ઝડપથી નામશેષ થવા જઈ રહી છે ત્યારે એમને બચાવી લેવા માટે પણ યોગ્ય વૃક્ષોની પસંદગી અને ઉછેર જરૂરી છે.આપણા પ્રદેશની વાત કરીએ તો વડ,પીપળ,અંજીર, સેતુર,ગળો,અરડૂસી,નગોડ, ખાખરો,ખીજડો,બાવળ,આવળ, પીલુડી,બોરડી,કરમદા,કેરડા, આંબલી,ગુંદો,જાંબુડો,બોરસલી, મહુડો,કોઠી, ટીમરું,લીમડો,રાયણ કરંજ વગેરેનાં ઉછેર થકી આપણે પર્યાવરણ સમતુલા જાળવી શકીએ.આ ઉપરાંત સુગંધી ફૂલો અને આયુર્વેદિક મહતા ધરાવતા ફળ,ફૂલ,વેલા વગેરેને ઘર આંગણે પણ ઉછેરી શકાય.તો આવો માત્ર વૃક્ષ વાવીને સંતોષ ન લેતા એનાં ઉછેરની પણ ચિંતા કરીએ અને એ રીતે ગ્લોબલ વોર્મિંગની અસરો ખાળવાનાં પ્રયાસ રૂપે વ્યક્તિદીઠ કમસેં કમ એક વૃક્ષ વાવવાં અને ઉછેરવાના શપથ લઈને આ વર્ષે ચોમાસાની સાર્થક ઉજવણી કરવી જોઈએ તેમ પર્યાવરણ ચિંતક જીતુભાઈ ઠક્કરએ યાદીમાં જણાવેલ છે.






Latest News