મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

મોરબીમાંથી ગુમ થયેલી યુવતીએ ઇન્સ્ટ્રાગ્રામમાંથી પરિચયમાં આવેલ યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું


SHARE











મોરબીમાંથી ગુમ થયેલી યુવતીએ ઇન્સ્ટ્રાગ્રામમાંથી પરિચયમાં આવેલ યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું

મોરબીના નાનીવાવડી રોડ ઉપર આવેલ વાડી વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી થોડા દિવસો પહેલા ગુમ થઈ હતી અને તેની પોલીસ તપાસ દરમિયાન યુવતી જુનાગઢ ખાતેથી મળી આવી હોય અને ઇસ્ટ્રાગ્રમથી છેલ્લા ત્રણેક વર્ષથી પરિચયમાં આવેલા યુવાન સાથે તેણીએ પ્રેમ લગ્ન કરી લીધા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

બનાવની જાણવા મળતી વિગચ મુજબ મોરબીના નાની વાવડી રોડ ઉપર બાયપાસ ચોકડી પાસે આવેલ માંગરની વાડી વિસ્તારમાં રહેતા કમલેશભાઈ જેરામભાઈ કનજારીયા જાતે સતવારા (ઉમર ૪૬) ની પુત્રી નેન્સીબેન કમલેશભાઈ કનજારીયા ગત તા.૯-૬ ના રોજ ઘરેથી કોઈને કંઈ કર્યા વગર ગુમ થઈ ગયા હતા જે બાબતે તેમના પિતા કમલેશભાઈ દ્વારા ગુમનોંધ દાખલ કરાવવામાં આવી હતી જેની એ ડિવિઝન પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા તપાસ ચલાવી રહ્યા હતા અને તપાસ દરમિયાન ખુલ્લું હતું કે, ગુમ થયેલ નેન્સીબેન કંજારીયા જુનાગઢના લીરબાઈ વિસ્તારમાં છે તેથી ત્યાં જઈ તેણીને હસ્તગત કરી મોરબી લાવવામાં આવ્યા હતા અને અહીં તેમના પરિવારની હાજરીમાં તેણીનું નિવેદન લેવામાં આવ્યું હતું જેમાં તેણીએ જણાવ્યું હતું કે, તેણી છેલ્લા અઢી-ત્રણ વર્ષથી જુનાગઢ જિલ્લાના વડાલ ગામે રહેતા દિવ્યેશ દિનેશભાઇ અદગામા (ઉંમર ૨૧) નામના યુવક સાથે ઇન્ટ્રાગ્રામ મારફતે પરિચયમાં આવ્યા હતા અને બાદમાં વાતચીત થતા પ્રેમ સંબંધ બંધાયો હતો અને તેના લીધે ગત તા.૯-૬ ના રોજ દિવ્યેશ બાઇક લઈને નાનીવાવડી ગામ પાસે આવ્યો હતો અને ત્યાંથી તે બાઈકમાં બેસીને જામનગર થઈ જુનાગઢ ગયા હતા અને ત્યાં દિવ્યેશના ભાઈના ઘરે લીરબાઈ વિસ્તારમાં રહેતા હતા અને હાલ તેની સાથે પ્રેમ સંબંધ હોય દિવ્યેશ અદગામા સાથે જ રહેવાનું તેણીએ પોલીસને જણાવ્યું હતું.

પતિ સાથે ઝઘડો થતા ફિનાઈલ પીધું

મોરબીના માળીયા મીંયાણા તાલુકામાં આવેલ નવલખી ગામે નવલખી રોડ ઉપર લક્ષ્મી મીઠાના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા સોનલબેન ઉર્ફે સોનુંબેન મનીષભાઈ સંગાડા નામની ૨૩ વર્ષીય મહિલાએ નવલખી બંદર નજીક મીઠાના કારખાનામાં ફિનાઇલ પી લીધું હતું.જેથી તેણીને અત્રે સારવાર માટે ખસેડવામાં આવી હતી અને પોલીસે કરેલ પ્રાથમિક તપાસમાં બાળક રડતું હોય તે બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.તે મુદ્દે લાગી આવતા તેણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.

પતરા ઉપરથી પડી જતા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવાસ યોજનાના ક્વાટરમાં રહેતા રફીકશા મહેબૂબશા શાહમદાર જાતે ફકીર નામના ૨૪ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેણે પોલીસને આપેલા નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે મોરબીના નીચી માંડલ ગામ પાસે આવેલ મીરા ઇન્ડસ્ટ્રીઝમાં પતરા ઉપર કામ કરતા સમય અકસ્માતે તે પતરા ઉપરથી નીચે પડી ગયો હતો જેથી તેને ઈજા થતાં સારવારમાં લવાયો છે હાલ તાલુકા પોલીસ મથકના જે.એમ.જાડેજા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News