મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

નવલખી પાસેના મીઠાના કારખાનામાં કામ કરતાં અગરીયા માટે કારખાનેદારે કરેલ વ્યવસ્થાથી શ્રમિકોને સંતોષ


SHARE







નવલખી પાસેના મીઠાના કારખાનામાં કામ કરતાં અગરીયા માટે કારખાનેદારે કરેલ વ્યવસ્થાથી શ્રમિકોને સંતોષ

મોરબી જિલ્લાના નવલખી બંદરની આસપાસના વિસ્તારમાં આવેલ મીઠાના અગરમાં તથા કારખાનામાં કામ કરતા શ્રમિકો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા તેઓને કારખાનેદારો દ્વારા કરવામાં આવી છે અને પાકા મકાનમાં તમામ શ્રમિકોને ખસેડી દેવામાં આવ્યા હોવાથી હાલમાં તેઓ સુરક્ષિત છે અને કારખાનેદારોએ જે વ્યવસ્થા કરી છે તેને લઈને શ્રમિકો દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે

મીઠાના અગરમાં કાળઝાળ ગરમીમાં ઉનાળામાં કામ કરીને મીઠું પકવતા અગરિયાઓ અને તેના પરિવારજનોને નવલખી બંદર ઉપર વાવાઝોડાની જે સંભવિત અસર છે તેને ધ્યાનમાં રાખીને સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી જેથી કરીને નવલખી બંદર પાસેના વિસ્તારમાં જુદા જુદા મીઠાના અગરમાં કામ કરતા તેમજ મીઠાના કારખાનામાં કામ કરતા શ્રમિકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે

ત્યારે જયદીપ સોલ્ટ મીઠાનું કારખાનું ધરાવતા કારખાનેદાર દ્વારા પોતાના શ્રમિકો કોઈ પણ રીતે હેરાન ન થાય તેની પૂરેપૂરી તકેદારી રાખીને પાકા બાંધકામમાં શ્રમિકોને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને મોરબીને પીપળીયા ચોકડી પાસે પાકા બાંધકામ આવેલા છે ત્યાં શ્રમિકોને રહેવા માટેની અને જમવા માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે તેની સાથો સાથ મીઠાના અગરમાં અને કારખાનામાં ઉપયોગમાં લેવામાં આવતા ટ્રેક્ટર, ડમ્પર સહિતના વાહનોને પણ ત્યાં સલામત રીતે રાખવામાં આવ્યા છે હાલમાં મીઠાના કારખાનેદારો દ્વારા જે વ્યવસ્થા શ્રમિકો માટે કરી આપવામાં આવી છે તેને લઈને શ્રમિકોએ પણ સંતોષની લાગણી વ્યક્ત કરી છે અને હાલમાં તેઓ સુરક્ષિત છે






Latest News