મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નવલખી બંદરે હાલમાં તોફાન પહેલાની ચીર શાંતિ હોય તેવો ઘાટ


SHARE







મોરબીના નવલખી બંદરે હાલમાં તોફાન પહેલાની ચીર શાંતિ હોય તેવો ઘાટ

બીપર જોય વાવાઝોડાની અસર મોરબી જિલ્લામાં પણ થવાની છે ત્યારે આજે બપોર પછી વાવાઝોડા ની શક્યતાઓ સેવાઈ રહી છે જો કે, નવલખી બંદર પાસેના વિસ્તારમાં હાલમાં તોફાન પહેલાની શાંતિ હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે અને માછીમારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હોય સમગ્ર વિસ્તાર સૂમસામ બની ગયો છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીના નવલખી બંદર પાસે આવેલ જુમાવાડી વિસ્તારની અંદર રહેતા ૮૦૦ થી વધુ માછીમારો દ્વારા દરિયામાં ૧૨૩ જેટલી બોટ લઈ જઈને માછીમારી કરવામાં આવતી હોય છે અને માછીમારી થાકી ત્યાં રહેતા અંદાજે ૧૧૦૦ થી વધુ લોકોનો જીવન નિર્વાહ ચાલતો હોય છે જોકે વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખીને માછીમારીને પ્રવૃત્તિ છેલ્લા ઘણા દિવસોથી બંધ કરાવી દેવામાં આવી છે અને માછીમારોનું સ્થળાંતર પણ કરાવી દેવામાં આવી છે ત્યારે જુમાવાળી વિસ્તાર સુમસામ બની ગયો છે અને ત્યાં રહેતા માછીમારોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે જોકે, નવલખીના દરિયા કાંઠે હાલમાં તોફાન પહેલાની શાંતિ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને દરિયાકાંઠે હાલમાં તમામ બોટને લાંગરી દેવામાં આવી છે તેમજ દરિયો પણ હાલમાં સાંત જોવા મળી રહ્યો છે પરંતુ હવામાન ખાતાની આગાહી મુજબ મોરબીને ઓરેન્જ એલર્ટમાં રાખવામાં આવ્યું હોય વાવાઝોડાની અસરના કારણે ભારે પવન ફૂંકાય અને ભારે વરસાદ પડે તેવી શક્યતા હોય તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવેલ છે






Latest News