મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાને વાવાઝોડાની કેવી થશે અને પવનની શું હશે ઝડપ: આજે બપોરે ચિત્ર સ્પષ્ટ 


SHARE







મોરબી જિલ્લાને વાવાઝોડાની કેવી થશે અને પવનની શું હશે ઝડપ: આજે બપોરે ચિત્ર સ્પષ્ટ 

મોરબીના નવલખી બંદર ઉપર લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને હાલમાં સંપૂર્ણ કામગીરી બંધ કરી દેવામાં આવી છે જોકે ત્યાં કરોડો રૂપિયાના કીમતી બાર્જ લાંગરવામાં આવ્યા છે તેમજ પોર્ટની જવાબદારી છે જેથી જરૂરિયાત મુજબના કર્મચારીઓને ત્યાં રાખવામાં આવ્યા છે જોકે તે સિવાય કોઈ પણ વ્યક્તિની પોર્ટમાં અવરજવર બંધ છે અને આજે બપોર સુધીમાં આ વાવાઝોડું મોરબી જિલ્લાની કેટલી અને અસર કરશે તેમજ કેટલી ઝડપે પવન ફૂંકશે તેની સ્પષ્ટતા થઈ શકશે તેવું મોરબી નવલખી પોર્ટના પોસ્ટ ઓફિસર પાસેથી જાણવા મળ્યું છે

 

છેલ્લા ઘણા દિવસોથી બીપરજોય વાવાઝોડું મોરબી સહિત ગુજરાતના છ જિલ્લાઓને ઘમરોડશે તે પ્રકારની આગાહીઓ કરવામાં આવી રહી છે અને જેમ જેમ દિવસ આગળ વધતા જાય છે તેમ તેમ તેની દિશા બદલાતી હોય તેની સ્પીડ વધતી ઘટતી હોય તેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર, બંદર વિભાગ અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લામાં આવતા નવલખી બંદરના ઇન્ચાર્જ પોર્ટ ઓફિસર બી.એન. લાડવા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, હાલમાં નવલખી પોર્ટ ઉપર તમામ પ્રકારની કામગીરી ૧૦ નંબરનું સિગ્નલ લાગ્યું ત્યારથી બંધ કરી દેવામાં આવી છે જોકે કરોડો રૂપિયાના કિંમતી બાર્જ ત્યાં મૂકવામાં  આવેલ છે તેમજ પોર્ટની કામગીરી હોય છે તેના માટે થઈને જરૂરિયાત મુજબના કર્મચારીઓને ત્યાં રાખવામાં આવ્યા છે અને તેના રહેવા તેમજ ખાવા સહિતની તમામ વ્યવસ્થાઓ તેને પહોંચાડી દેવામાં આવી છે સાથોસાથ આજે બપોર સુધીમાં આ વાવાઝોડાની દિશા ચોક્કસ નક્કી થઈ જશે અને ત્યારબાદ મોરબી જિલ્લાના નવલખી બંદરને અથવા તો મોરબી પંથકને કેટલું નુકસાન વાવાઝોડું કરશે ? કેવી પવનની ઝડપ રહેશે ? તેની સ્પષ્ટતા થઈ શકશે એટલે કે આજે  સાંજે વાવાઝોડું મોરબીને કઈ રીતે નુકસાન કરી શકે છે તેનો અંદાજ આવી શકે તેમ છે જો કે હાલમાં સાવચેતીના ભાગરૂપે જે પગલાં લેવાના થાય છે તે તમામ પગલાં બંદર વિભાગ દ્વારા વહીવટી તંત્રની સાથે રહીને લેવામાં આવેલ છે






Latest News