મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા અનુરોધ


SHARE







મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા અનુરોધ

રાજ્યના સફાઈ કામદારો તથા તેઓના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને પાકા આવાસ મળી રહે તે માટે રાજ્ય મા ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના કાર્યરત છે.

આ યોજના હેઠળ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને ૧,૨૦,૦૦૦/- ની નાણાંકીય  સહાય મળવાપાત્ર છે. જે અરજદારને ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. જે અન્વયે નાણાંકીય વર્ષ:– ૨૦૨૩-૨૪ દરમિયાન આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેવા અરજદારોએ https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે.ઉપરાંત પોર્ટલ ઉપર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોએ માત્ર ઓનલાઈન સબમીટ કરવાના રહેશે.






Latest News