મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

માળિયા(મિં.) ના હરીપર પાસે ટ્રક પલ્ટી મારી જતા એકને ઇજા


SHARE







માળિયા(મિં.) ના હરીપર પાસે ટ્રક પલ્ટી મારી જતા એકને ઇજા

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના હરીપર ગામ પાસે ટ્રક પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો.જેમાં માળીયાના યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા હરીપર ગામ નજીક હિરવા કાંટાની પાસે અકસ્માતે ટ્રક પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈકબાલ ફતેમામદ (ઉમર ૩૫) રહે. વાડી વિસ્તાર માળીયા મીંયાણાને ઇજાઓ પહોંચી હતી જેને પગલે તેને મોરબીની સિવિલ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવ સંદર્ભે જાણ થતા હાલ માળિયા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ પાસે થયેલા વાહન અકસ્માતના બનાવમાં રાજુભાઈ સુમનભાઈ સંચાણીયા (ઉમર ૫૪) રહે. ૬૨-રોટરીનગર લાલબાગ સેવા સદન પાછળ સામાકાંઠે મોરબી-૨ ને ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.વાહન અકસ્માતનો બીજો બનાવ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકાનસર અને ઢુવા વચ્ચે બન્યો હતો જેમાં સીએનજી પમ્પ નજીકથી બાઇક લઈને જઈ રહેલા અનિલ વલ્લભભાઈ ઝાપડિયા (ઉમર ૨૪) રહે.ભડીયાદ સામાકાંઠે મોરબી-૨ ને ઇજા થતા સારવાર માટે આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો અનિલ ઝાપડિયા કારખાનેથી પરત ઘર તરફ જતો હતો ત્યારે રસ્તામાં મકાનસર નજીકના સીએનજી પંપ પાસે તેનું બાઈક સ્લીપ થઈ જવાથી આ અકસ્માત બનાવ બન્યો હોય તાલુકા પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપરના લખધીરપુર રોડ સોરીસો ચોકડી પાસે ઝીબા સિરામિક નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સુખાભાઈ ધીરાભાઈ પગી (ઉમર ૩૨) નામના યુવાનને સારવાર માટે સિવિલે લવાયો હતો. જેના પગલે હાલ તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.જ્યારે હળવદના રહેવાસી મનસુખભાઈ બાબુભાઈ લાલાસણીયા નામના ૪૨ વર્ષના યુવાનને હળવદ ખાતે એક અજાણ્યા ઈસમ દ્વારા પાઇપ મારવામાં આવતા મનસુખભાઈને બેભાન હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.






Latest News