મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

હળવદના મિયાણી ગામે માવતરે આવેલ પરણીતાએ ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાઇ


SHARE











હળવદના મિયાણી ગામે માવતરે આવેલ પરણીતાએ ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાઇ

હળવદ તાલુકાના મિયાણી ગામે માવતરે આવેલ પરણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સરકારી હોસ્પિટલ મારફતે આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદ તાલુકાના માલણીયાદ ગામે રહેતા કલ્પેશભાઈ સુરેલાના પત્ની કાજલબેન (૨૪) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને હળવદ તાલુકાની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવની વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે કાજલબેન સુરેલા મીયાણી ગામે તેમના માવતરના ઘરે હતા ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલે તેના બનેવી મનુભાઈ લઈને આવ્યા હતા અને આ પરણીતાનો લગ્ન ગાળો પાંચ માસનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરીને કયા કારણોસર મહિલાએ ઝેરી દવા પીધી હતી તે દિશામાં આગળની તપાસ શરૂ કરેલ છે

ત્રણ બોટલ દારૂ

માળીયા મીયાણા તાલુકાના ખીરસરા ગામના ઝાપા પાસેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી જીતેશભાઈ પ્રભુભાઈ ધંધુકિયા જાતે કોળી (૩૫) રહે. ખીરસરા તાલુકો માળીયા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તેને કરણ ભરતભાઈ કુંભારવાડિયા રહે. ફળસર તાલુકો મોરબી વાળાએ આપી હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દેશી દારૂની ભઠ્ઠી

ટંકારા તાલુકાના હરીપર ગામે મહિલા બુટલેગરના ઘરે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો દોઢસો લીટર આથો તેમજ તૈયાર ૧૦ લીટર દેશી દારૂ અને ભઠ્ઠીના અન્ય સાધનો મળી આવતા પોલીસે કુલ મળીને ૫૩૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહિલા બુટલેગર જશુબેન મણીભાઈ ચાવડા (૫૫) રહે. હરીપર વાળાની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી






Latest News