મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના
Breaking news
Morbi Today

મોરબી શ્રી વજેપરવાડી પ્રાથમિક શાળામાં દાતાઓના સહયોગથી બાળકોના મધ્યાહન ભોજન માટે શેડ બનાવવામાં આવ્યો


SHARE







મોરબી શ્રી વજેપરવાડી પ્રાથમિક શાળામાં દાતાઓના સહયોગથી બાળકોના મધ્યાહન ભોજન માટે શેડ બનાવવામાં આવ્યો

સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે મધ્યાહન ભોજનની વ્યાવસ્થા કરવામાં આવે છે જેમાં બાળકોને બપોરનુ પૌષ્ટીક ભોજન આપવામાં આવે છે ત્યારે મોરબી શ્રી વજેપર વાડી પ્રાથમિક શાળામાં ઉનાળા તથા ચોમાસાના સમયમાં બાળકોને મધ્યાહન ભોજનમાં અગવડતા ઉપસ્થિત થતી હતી.

તે સમસ્યાના કાયમી નિવારણ માટે શાળા પરિવાર તથા એસએમસી કમિટી દ્વારા સમાજના અગ્રણીઓને જાણ કરવામાં આવી હતી.બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હરહંમેશ કાર્યરત એવી શ્રી વજેપરવાડી પ્રાથમિક શાળાના બાળકોની આ સમસ્યા નિવારવા માટે સમાજ અગ્રણી મોરભાઈ રામજીભાઈ કંઝારીયા, કૌશિકભાઈ નાનજીભાઈ નકુમ, હસમુખભાઈ પુંજાભાઈ નકુમ, ધનજીભાઈ લક્ષ્મણભાઈ નકુમ, મનસુખભાઈ જીવણભાઈ નકુમ, ઘેલજીભાઈ કુંવરજીભાઈ કંઝારીયા, પરબતભાઈ મલાભાઈ ડાભી, ચેતનાબેન મીઠાભાઈ પટેલ, ખીમજીભાઈ રાઘવજીભાઈ દેસાઈ, મહાદેવભાઈ ઉંટવાડીયા, ભાવનાબેન શંકરભાઈ પટેલ તથા શાળાના શિક્ષકો સહીતનાં અગ્રણીઓ દ્વારા ૩૦૦ બાળકો એક સાથે ભોજન લઇ કરી શકે તેવા વિશાળ શેડનુ નિર્માણ કરવામાં આવ્યુ છે.આ શેડનુ નિર્માણ કાર્ય પૂર્ણ થતા મુખ્ય સહયોગી મોરભાઈ રામજીભાઈ કંઝારીયા દ્વારા વિદ્યાર્થીઓને આઈસક્રીમ વિતરણ કરવામાં આવ્યો હતો.શ્રી વજેપરવાડી પ્રાથમિક શાળા-મોરબીના શિક્ષકોએ તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News