મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડી પાસેથી દારૂ ભરેલ રીક્ષા ઝડપાઇ: આરોપીની શોધખોળ


SHARE







મોરબીની રવિરાજ ચોકડી પાસેથી દારૂ ભરેલ રીક્ષા ઝડપાઇ: આરોપીની શોધખોળ

મોરબી તાલુકાના જુના સાદુકા ગામથી મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ રવિરાજ ચોકડી પાસેથી રીક્ષા પસાર થઈ હતી તે રીક્ષાને રોકવા માટેનો પ્રયત્ન કર્યો હતો ત્યારે રીક્ષા ચાલક પોતાની રીક્ષા છોડીને ત્યાંથી નાશી ગયો હતો દરમિયાન તે રીક્ષાને ચેક કરવામાં આવતા તેમાંથી ૧૦૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને રીક્ષા મળીને ૧.૦૨ લાખના મુદ્દામાલને કબજે કર્યો હતો અને રીક્ષા ચાલક સામે ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી નજીક આવેલ રવિરાજ ચોકડી પાસેથી સીએનજી રીક્ષા નં જીજે ૩૬ યુ ૮૭૨૫ પસાર થઈ રહી હતી ત્યારે તે રીક્ષાને રોકવા માટેનો પ્રયત્ન કર્યો હતો ત્યારે રીક્ષા ચાલક રવિરાજ ચોકડી પાસે પોતાની રીક્ષા છોડીને નાસી ગયો હતો જેથી કરીને પોલીસ દ્વારા રિક્ષાને ચેક કરવામાં આવતા તેમાંથી ૧૦૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી બે હજાર રૂપિયાની કિંમતનો દેશી દારૂ તથા એક લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને ૧.૦૨ લાખનો મુદ્દામાલ પોલીસે કબજો કરીને રીક્ષાને રેઢી મૂકીને નાસી ગયેલા રીક્ષા ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News