મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી, માળીયા અને હળવદ તાલુકામાં હથિયાર સાથે છ શખ્સ ઝડપાયા


SHARE







મોરબી, માળીયા અને હળવદ તાલુકામાં હથિયાર સાથે છ શખ્સ ઝડપાયા

મોરબી જિલ્લાના મોરબી, માળીયા અને હળવદ તાલુકામાં હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરતાં છ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી હથિયાર કબજે કરીને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જીલ્લામાં હથિયાર લઈને ફરતા શખ્સોને  પકડવા માટે પોલીસ કવાયત કરે છે અને જે પકડા છે તેની સામે ગુના પણ નોંધવામાં આવે છે ત્યારે હળવદ શહેરમાં ભવાનીનગર ઢોરામાં ત્રણ માળીયા મકાને જવાના રસ્તેથી પસાર થતા અકબરભાઈ દાઉદભાઈ ભટ્ટી જાતે મિયાણા (૪૦) ને રોકીને પોલીસે છરી સાથે તેની ધરપકડ કરી હતી તો માળિયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે આવેલ નવલખી ફાટક પાસેથી પ્રવીણભાઈ બચુભાઈ જોશી જાતે બ્રાહ્મણ (૫૧) રહે. મોટા દહીસરા વાળાની પોલીસે છરી સાથે ધરપકડ કરેલ છે તેવી જ રીતે માળીયા મીયાણામાં વાગડીયા ઝાપા પાસેથી છરી સાથે મુસ્તુફાભાઈ રમજાનભાઈ (૨૧) રહે. કાજરડા તાલુકો માળીયા મિયાણા વાળાની છરી સાથે ધરપકડ કરેલ છે મોરબીમાં બ્રાહ્મણની ભોજનશાળા પાસે આવેલ મકરાણીવાસ પાસેથી મુનીરઅહેમદ મહેબૂબખાન પઠાણ જાતે મુસ્લિમ (૩૦) રહે. મકરાણીવાસ વાળાની છરી સાથે ધરપકડ કરેલ છે મોરબીના લોહાણા પરા શેરી નં-૨ માંથી ગફારભાઈ જુસબભાઈ કાસમાણી જાતે મેમણ (૫૫) રહે મેમણ કોલોની નગર દરવાજા પાસે મોરબી વાળાની છરી સાથે ધરપકડ કરેલ છે મોરબીમાં ગાંધી ચોક પાસેથી ભોલાભાઈ ભગવાનજીભાઈ ચૌહાણ જાતે કોળી (૩૫) રહે. વીસી પરા કેશવાનંદ બાપુના આશ્રમ પાસે મોરબી વાળાની છરી સાથે ધરપકડ કરેલ છે






Latest News