મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં કાકાએ છરીનો ઘા ઝીકતા ભત્રીજો સારવારમાં


SHARE







મોરબીમાં કાકાએ છરીનો ઘા ઝીકતા ભત્રીજો સારવારમાં

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોરાબાગ પાસે રહેતા યુવાનને તેના કાકાએ છરી વડે ઇજા કરી હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યો બાદ આ બનાવવા અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વોરાબાગ પાસે રહેતા સંજય મનુભાઈ ઇન્દરિયા (૨૬) નામના યુવાનને છરી વડે ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી યાદ કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.કે. ચાવડા ચલાવી રહ્યા છે અને પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે સંજયભાઈને તેના કાકા રમેશભાઈ હીરાભાઈ ઇન્દરિયાએ છરી વડે ઇજા કરી હતી જેથી તેને સારવારમાં લઈને આવ્યા છે જો કે, શા માટે થઈને સંજયને તેના કાકાએ છરી મારી હતી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે

અકસ્માતમાં ઇજા

ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે રહેતા મુકેશ હિંમતભાઈ પટેલ (૫૪) જસમતપુર રોડ ઉપર આવેલા નાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં બાઈકમાંથી તે નીચે પડી જતા બાઈકની નીચે તેનો પગ દબાઈ ગયો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા થવાથી મુકેશભાઈને સારવાર માટે મોરબીમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પ્રાથમિક તપાસ કરીને આગળની કાર્યવાહી માટે થઈને આ બનાવવા અંગેની જાણ ધાંગધ્રા તાલુકા પોલીસને કરી હોવાનું જાણવા મળેલ છે






Latest News