મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી નજીક પાણીના ખાડામાંથી યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી: તપાસ શરૂ


SHARE







મોરબી નજીક પાણીના ખાડામાંથી યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી: તપાસ શરૂ

મોરબી તાલુકાના ઘૂટું ગામની સીમમાં આવેલ પેપર મીલ સામે પાણીના ખાડામાંથી યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી આવી છે જેથી તેની બોડીને પીએમ માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે હાલમાં આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના સાગર જિલ્લાના મુહાલી ગામનો રહેવાસી અને હાલમાં મોરબીના ગામની સીમા આવેલ ન્યુલક્ષ પેપરમીલ કારખાનામાં રહીને ત્યાં મજૂરી કામ કરતો અનુપભાઈ રામસિંહ ગોડ જાતે આદિવાસી (૨૪) નામના યુવાનની કારખાના પાસે આવેલ પાણીના ખાડામાંથી કોહવાઈ ગયેલી હાલતમાં પાણીમાં તરતી લાશ મળી આવી હતી જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી મૃતક યુવાનના ડેડબોડીનું ફોરેન્સિક પીએમ કરવા માટે તેને રાજકોટ ખસેડવામાં આવેલ છે આ બનાવની મોરબી તાલુકા પોલીસને મૃતકના પરિવારજન છોટુભાઈ દશરથભાઈ ગોડ જાતે આદિવાસી રહે. હાલ ન્યુલક્ષ પેપરમીલ કારખાના વાળાએ જાણ કરતા તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ગત તા. ૨૨/૫  ના રોજ કારખાનેથી મોરબી જાઉં છું તેવું કહીને અનુપભાઈ નીકળ્યા હતા અને ત્યારબાદ તેની ડેડબોડી કોહવાઈ ગયેલ હાલતમાં મળી છે જેથી કરીને પોલીસે શંકાના આધારે આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે






Latest News